મુકેશની Jioને ટક્કર આપશે અનિલની RCom? એક વર્ષ સુધી દરરોજ આપશે 1GB ડેટા, જાણો શું છે ઓફર
જિઓફાઈ અને વાઈપોડો બન્નેમાં તમે 4જીની સ્પીડ સાથે એચડી વોઈસ કોલ્સ અને વીડિયો કોલ કરી શકો છો. ઉપરાંત તે 2જી અને 3જી સ્માર્ટફોન પર પણ સપોર્ટ કરે છે. તેમાં 2300 એમએએચની બેટરી સાથે આવશે. જિઓફાઈ અને વાઈપોડ બન્નેમાં તમને 32જીબીનું મેમરી કાર્ડ મળશે અને બન્નેમાં 150 એમબીપીએસની ડાઉનલોડ સ્પીડ હશે.
નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓને ટક્કર આપવા માટે અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કોમ્યૂનિકેશન્સે પોતાના ગ્રાહકો માટે ખાસ ઓફર લાવી છે. કંપની પોતાના ડોંગલની સાથે એક બંડલ ઓફર આપી રહી છે જેની વાર્ષિક કિંમત 5199 રૂપિયા છે. આ કિંમતમાં ગ્રાહકોને વાઈ-પોડ ડોંગલની સાતે ગ્રાહકોને આરકોમનું 4જી સિમ કાર્ડ દ્વારા દરરોજ 1જીબી ડેટા મળશે.
જિઓફાઈ અને વાઈપોડ બન્નેથી તમે 31 ડિવાઈસ કનેક્ટ કરી શકો છો. જિઓફાઈમાં જિઓ સિમ અને જિઓફાઈ પર એક સરખો પ્લાન છે જ્યારે વાઈપોડ માટે કંપનીએ અલગ અલગ પ્લાન લોન્ચ કર્યા છે. જિઓફાઈની કિંમત 2000 રૂપિયા છે અને 399ના પ્લાનમાં 84 દિવસ સુધી 84 જીબી ડેટા મળશે. જ્યારે વાઈપોડની કિંમત 5199 રૂપિયામાં તમને એક વર્ષ સુધી દરરોજ 1 જીબી ડેટા મળશે.
નોંધનીય છે કે જિઓએ સિમ બાદ જિઓફાઇ ડિવાઇસ લૉન્ચ કર્યું હતું. આ ડિવાઇસની કિંમત 2000 રૂપિયા છે, જેમાં જિઓનું સિમ લગાવીને ડેટાનો યૂઝ કરી શકાય છે. આને ટક્કર આપવા માટે જ Rcom એ આ ડિવાઇસ લૉન્ચ કર્યું છે. બન્ને ડિવાઇસ વચ્ચે શું ડિફરન્સ છે અને શું વચ્ચે સિમિલારિટીઝ છે તે અમે તમને બતાવીએ છીએ.
લિસ્ટ કરવામાં આવેલી ઓફર અનુસાર, ગ્રાહકને એક પ્રીપેડ 4G સિમ કાર્ડ મળશે, જે અંતર્ગત 365 દિવસની વેલિડિટીની સાથે દરરોજ 1GB 4G ડેટા મળશે. આના માટે EMI ઓફર પણ છે, જેમાં 500 રૂપિયામાં આ ડિવાઇસ તમે ખરીદી શકો છો.
3200 રૂપિયાનું આ ડિવાઇસ એકદમ ફ્રી છે. સિમ કાર્ડ, 1 વર્ષનો પ્લાન અને ડિવાઇસ ત્રણેય માટે યૂઝર્સને 5,199 રૂપિયા ચૂકવવા પડશે. આ ઓફરને RCom-Eshop.com પર લિસ્ટ કરવામાં આવી છે અને આની વેલિડિટી એક વર્ષની છે.