iPhone 8માં હશે વાયરલેસ ચાર્જિંગ સિસ્ટમ!, માલિકના ચહેરાને ઓળખીને કરશે વર્ક
છેલ્લા કેટલાક સમયથી સોશ્યલ મીડિયામાં આઇફોનના નવા મૉડલ iPhone 8ના કેટલાક જુદીજુદી ડિઝાઇનના ફોટોઝ વાયરલ થઇ રહ્યાં છે તેમાંથી અહીં કેટલાક બતાવવામાં આવ્યા છે. આઇફોન પોતાની 10મી વર્ષગાંઠ પર નવો iPhone 8 રિલીઝ કરી શકે છે, એટલે કે જૂન 20, 2017ના દિવસે એપલ લૉન્ચિંગ ઇવેન્ટ યોજી શકે છે.
રૂમર્સમાં iPhone 8ના અન્ય ફિચર્સ પણ સામે આવ્યા છે જે આ પ્રમાણે છે. ફેસિયલ સેન્સરની સાથે લેસર સેન્સર અને ઇન્ફ્રારેડ સેન્સર હશે. બધા સેન્સર ફ્રન્ટ કેમેરાની બાજુમાં આવશે. વાયરલેસ ચાર્જિંગ ફેસિલીટી પણ હશે. ઓગમેન્ટેડ રિયાલિટી ફિચર્સ પણ નવા મૉડલ સાથે સપોર્ટેડ હશે. એપલ કટિંગ એજ ફિચરના બ્લન્ડરને પણ સુધારી શકે છે. એનાલિસ્ટ Arcuri અનુસાર, એપલ નવા મૉડલ 'iPhone 10' અથવા 'iPhone X'ને 'yuge' અને 'supercycle' સાથે અપગ્રડે પણ કરી શકે છે.
બીજી એક રૂમર્સ પ્રમાણે, iPhone 8 મૉડલ 5.8 ઇંચની 'wraparound' OLED સ્ક્રીન ડિસ્પ્લે સાથે આવી શકે છે. આમાં સ્ક્રીનના ગ્લાસમાં Touch ID fingerprint sensor સેટ કરેલું હશે.
જે ખાસ ફિચરથી ભરેલો હશે. અર્ક્યૂરીના મતે iPhone 8માં સ્પેશ્યલ ફેસિયલ-ગેસ્ચર રિકોગ્નીઝેશન સેન્સર એડ કરવામાં આવ્યુ છે, જે ફોનના માલિકના ચહેરાને ઓળખીને કમાન્ડ કેચઅપ કરી વર્ક કરી શકે છે. આ ફ્રન્ટ ફેસિંગ કેમેરાની બાજુમાં હશે.
કોવેન એન્ડ કંપનીના એનાલિસ્ટ રિમોથી અર્ક્યૂરીના એક રિપોર્ટમાં કહેવાયું છે કે, એપલ પોતાની 10મી એનિવર્સરીએ નવો ફેસિયલ-ગેસ્ચર ફિચરવાળો હેન્ડસેટ iPhone 8 લૉન્ચ કરી શકે છે.
નવી દિલ્હીઃ આઈફોનના દરેક નવા મોડલ આવતા પહેલા અફવાઓ જોર પકડતી હોય છે. ચાલુ વર્ષે આઈફોન 8 લોન્ચ થશે. આઈફોન 8 આવતા પહેલા જ તેના નવા અને એડવાન્સ ફીચર્સને લઈને ચર્ચા થવા લાગી છે. વિતેલા દિવસોમાં પ્રકાશિત એક અહેવાલ અનુસાર આઈફોન નવા ફોનમાં એક ખાસ ફીચર હશે જે તમારી તસવીર હાવભાવથી ખેંચી લશે. જો તમે Facial Recognition Feature ઓન રાખ્યું છે તો તમારો આઇફોન તમારા હસવા પર જ તમારી તસવીર ખેંચી લેશે.