Lenovoએ લોન્ચ કર્યો પ્રથમ ટેન્ગો પ્રોડક્ટ ફેબ 2, ઇન્ફ્રારેડ અને મોશનની સાથે મળશે 4 કેમેરા
ગૂગલ ટેન્ગોની મદદથી યૂઝર રૂમમાં રાખવામાં આવેલ કોઈપણ ઓબ્જેક્ટની સાઈઝ નક્કી કરી શકશે. આવું સ્માર્ટફોનના કેમેરા દ્વારા શક્ય થઈ શકશે. કેટલીક પસંદગીની ગેમને ગૂગલ ટેન્ગો માટે જ ડિઝાઈન કરવામાં આવીછે. ગેમ રમતા સમયે યૂઝરને એક વર્ચ્યુઅલ દુનિયાનો ભાગ હોવાનો અનુભવ થાય છે. Lenovoએ ટેન્ગો એપ સ્ટોરની પણ જાહેરાત કરી છે.
Lenovo ફેબ 2 પ્રોમાં કુલ ચાર કેમેરા છે. ફ્રન્ટમાં 8 મેગાપિક્સલનો કેમેરો છે. 16 મેગાપિક્સલનો રિયર આરજીબી કેમેરા છે. ઉપરાંત એક ડેપ્થ સેન્સિંગ ઇન્ફઅરારેડ કેમેરા અને એક મોશન ટ્રેકિંગ કેમેરા છે. Lenovo ફેબ 2 પ્રોમાં 360 ડિગ્રીનો વીડિયો રેકોર્ડ કરી શકાય છે અને 4કે વીડિયો પણ. ફોનના પાછળના ભાગ પર એક ફિન્ગરપ્રિન્ટ સેન્સર પણ આપેલ છે.
Lenovo ફેબ 2 પ્રોમાં 6.4 ઇંચની ક્વાડએચડી આઈપીએસ ડિસ્પ્લે આપવામાં આવી છે. સ્માર્ટપોનમાં ઓક્ટા-કોર ક્વાલકોમ સ્નેપડ્રેગન 652 પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઉપરાંત આ ફોનમાં 4 જીબીની રેમ આપવામાં આવી છે. સ્માર્ટપોનને પાવર માટે 4050 એમએએચની બેટરી પણ આપવામાં આવી છે.
નવી દિલ્હીઃ ચાઇનીઝ સ્માર્ટફોન બનાવતી કંપની Lenovoએ ગૂગલની ટેન્ગો ટીમની પ્રથમ પ્રોડક્ટ ફેબ 2 પ્રો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. ભારતમાં આ ખૂબ જ શાનદાર ફોનની કિંમત 29,900 રૂપિયા રાખવામાં આવી છે.
ફોનનાં વેચાણ માટે Lenovoએ ઈકોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટની સાથે કરાર કર્યા છે. આ ફોન ફ્લિપકાર્ટ પર એક્સક્લૂસિવ રીતે વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.