અત્યાર સુધીનો સૌથી મોંઘો હશે એપલનો iPhone 8, જાણો કેટલી હશે કિંમત
નવી દિલ્હીઃ વિશ્વભરમાં પોતાની બેજોડ ટેક્નોલોજીના જોરે સ્માર્ટફોનની દુનિયામાં ક્રાંતિ લાવનાર iPhoneને 10 વર્ષ થવા જઈ રહ્યા છે. આ અવસર પર Apple પોતાના આ દમદાર આઈફોનનું નવું વર્ઝન રજૂ કરવાની તૈયારીમાં છે. કહેવાય છે કે, એપલ આ અવસર પર iPhone 8 લોન્ચ કરી શકે છે.
આઇફોનનાં 10 વર્ષ પૂરાં થઇ રહ્યાં છે અને આ વર્ષે કંપની 3 આઇફોન લૉન્ચ કરશે. એક આઇફોન 8 (કે આઇફોન એક્સ) અનેબીજા બે આઇફોન 7Sના વર્ઝન હશે. નવા ફોનનાં કેટલાક ફીચર્સની વિગતો સામે આવી છે. નવો આઇફોન ચાર્જિંગ ડિવાઇસથી 15 ફૂટના અંતરેથી ચાર્જ થશે. સમય પણ અડધો લાગશે. તેમાં વાયરલેસ ચાર્જિંગની સુવિધા હશે.
કેજીઆઇ સિક્યોરિટીઝના મિંગ-ચી કુઓએ અંગે જણાવ્યું છે. તેઓ એપના સૌથી સારા એનાલિસ્ટ ગણાય છે. તેમનું માનવું છે કે નવા ફોનમાં ફરી એક વાર 'વાઉ ફેક્ટર' હશે, જે એપલના ફોનમાં તાજેતરના વર્ષોમાં નથી દેખાયું.
સતત 3 ફોનની બાહ્ય ડિઝાઇન એક જેવી હતી. પહેલી વાર આઇફોનની કિંમત અમેરિકામાં 1,000 ડૉલરથી વધુ હશે. વિશ્લેષકોના જણાવ્યાનુસાર કંપનીને ખાતરી છે કે ઊંચા ભાવ છતાં લોકો ફોન ખરીદશે. થોડા સમય અગાઉ લોન્ચ થયેલું મેકબુક પ્રો તેનું ઉદાહરણ છે.
વાયરલેસ ચાર્જિંગ માટે ફોનમાં એક ખાસ કોમ્પોનન્ટ રહેશે. તેના કારણે ફોન વધુ ગરમ થશે નહીં. નવા ફોનની પૂરી બોડી ગ્લાસની હશે. મેટલ (એલ્યુમિનિયમ) બોડીમાં ફોનની અંદરની ગરમી ઝડપથી બહાર નીકળે છે. ગ્લાસ બોડીમાં તેવું નહીં થાય. સ્ક્રીનની નીચેના 3ડી ટચ સેન્સરને ગરમીથી બચાવવા નવું ગ્રેફાઇટ લેયર હશે. તેના કારણે ફોનની કિંમત વધશે.
સેમસંગને ગેલેક્સી S7માં તો બેટરીમાં આગની ઘટનાઓથી ઘણું નુકસાન વેઠવું પડ્યું પરંતુ S8 અને S8 પ્લસની જે વિગતો આવી છે તેના પરથી લાગે છે કે તેમાં ઘણા ફેરફાર કરાયા છે. તેમની સ્ક્રીન સાઇઝ અનુક્રમે 5.8 ઇંચ અને 6.2 ઇંચ હશે. બેટરી 3,000 અને 3,500 એમએએચની હશે. ગૂગલ પણ વર્ષે પિક્સલ અને પિક્સલ એક્સએલ લઇને આવી રહી છે.
આઇફોન8 અને 7Sમાં વાયરલેસ ચાર્જિંગની સુવિધા હશે. બજારમાં વાયરલેસ ચાર્જિંગ પ્લેટ વેચાય છે. તેના પર રાખવાથી ફોન ચાર્જ થાય છે. નવો આઇફોન ચાર્જિંગ ડિવાઇસથી 15 ફૂટના અંતરેથી ચાર્જ થશે. સમય પણ અડધો લાગશે.
સ્ક્રીનનીનીચે 3ડી ટચ સેન્સર હશે. તેના કારણે દરેક ફોનનો ખર્ચ અંદાજે 5 ડૉલર વધશે. નવાફોનમાં OLED ડિસ્પ્લે હશે, જે LED ડિસ્પ્લેની તુલનામાં ઘણી મોંઘી હોય છે. જોકે, ચર્ચા છે કે OLED માત્ર આઇફોન 8માં હશે, 7S અને 7S પ્લસમાં નહીં.
પહેલીવાર આઇફોનની કિંમત 1,000 ડૉલર(અંદાજીત રૂ. 70 હજાર રૂપિયા અમેરિકામાં)થી વધુ હોઇ શકે છે. ગયા વર્ષે લૉન્ચ થયેલા આઇફોન 7ની પ્રારંભિક કિંમત 649 ડૉલર અને આઇફોન 7 પ્લસની કિંમત 769 ડૉલર હતી.