Nokia 3310 નવા વર્ઝન સાથે કરશે ધમાકેદાર એન્ટ્રી, જાણો કેટલી કિંમત સાથે થશે રીલોન્ચ
HMD Global થોડા દિવસ પહેલા જ ચીનમાં Nokia 6 નામનથી એન્ડ્રોઈડ સ્માર્ટપોન લોન્ચ કર્યો હતો જે ખૂબ જ પોપ્યુલર થયો છે. હવે કંપની MWCમાં કેટલાક અન્ય સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે. આ ઇવન્ટમાં કથિત રીતે Nokia 3310ની સાથે સાથે Nokia 3, Nokia 5 અને Nokia 6 પણ લોન્ચ કરવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએક સમયે સૌથી વધારે પોપ્યુલર મોબાઈલ પોન બ્રાન્ડ રહેનાર નોકિયા સ્માર્ટફોન્સના જમાનમાં ટકી ન શકી અને માઈક્રોસોફ્ટે તેને ખરીદી લીધી. હાલમાં ફિનલેન્ડની કંપની HMD Globalની પાસે નોકિયા બ્રાન્ડના લાઈસન્સ છે અને આ જ કંપની નોકિયાના મોબાઈલ લોન્ચ કરી રહી છે.
Nokia 3310ને 17 વર્ષ પહેલા 2000માં લોન્ચ કવામાં આવ્યો હતો. કંપનીએ તેને એટલા માટે લોન્ચ કરી રહી છે કારણ કે લોકો તેને પોતાના સેકેન્ડરી ફોન તરીકે ઉપયોગ કરી શકે. જે લોકો પાસે પહેલેથી જ સ્માર્ટફોન છે, તે તેને વિશ્વાસું બેટરીવાળા ડિવાઈસ તરીકે ઉપયોગ કરી શકે.
ગેજેટ્સ વિશે જાણકારી લીક કરનાર ઇવાન બ્લાસનું કહેવું છે કે, 3310ના નવા વર્ઝનને 59 યૂરો એટલે કે, અંજાડે 4000 રૂપિયામાં લોન્ચ કરવામાં આવી શકે છે. ઇવાનનું કહેવું છે કે, ચાલુ મહીને સ્પેનના બાર્સેલોનામાં થવા જઈ રહેલ ટેક ઇવેન્ટ મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ (MWC2017)માં તેના પરથી પડદો ઉંચકવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, જૂનો નોકિયા 3310ને આજે પણ ઓનલાઈન રીટેલર્સ પાસેથી ખરીદી શકાય છે. કંપની ખુદ નથી વેચતી પરંતુ કેટલાક સેલર્સ તેને આજે પણ વેચી રહ્યા છે. જેમ કે ભાતમાં ઈબે પર જૂનો 3310 પોન 2500 રૂપિયામાં વેચાઈ રહ્યો છે.
નવી દિલ્હીઃ એક સમયે મોબાઈલની દુનિયામાં નંબર-1 રહેનાર Nokia પોતાના જૂના અને ખૂબ જ પોપ્યુલર મોબાઈલ ફોન Nokia 3310ને રીલોન્ચ કરવા જઈ રહી છે. અંગ્રેજી સમાચારપત્ર સિડની હેરાલ્ડ અને ધ ઇન્ડીપેડન્ટમાં પ્રકાશિત અહેવાલ અનુસાર નોકિયા પોતાના મજબૂતી અને લાંબી બેટરી લાઈફને કારણે ઓળખાતા આ ફોનના નવા વર્ઝનને 59 યૂરો એટલે કે અંદાજે 4000 રૂપિયામાં લોન્ચ કરી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -