ભારતમાં આ તારીખથી iPhone 8 અને iPhone 8 Plusનું પ્રી-બુકિંગ શરૂ થશે, જાણો કેટલી હશે કિંમત
iPhone 8માં 12 મેગાપિક્સેલ કેમેરા આવશે. જ્યારે iPhone 7ની જેમજ iPhone 8માં 12 MPના બે રિયર સેંસર અપાયા છે. અન્ય ક્ષમતાની વાત કરીએ તો યુઝર્સ હવે નવા iPhoneથી 240 ફ્રેમ પ્રતિ સેકન્ડની સ્પીડથી 1080 પિક્સેલના વીડિયો રેકોર્ડ કરી શકશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ સ્માર્ટફોન સિલ્વર, સ્પ્રેસ ગ્રે અને ગોલ્ડ ફિનિશમાં આવશે. ફોનના ફ્રંટ અને રિયર પેનલ પર ગ્લાસ કવર છે. બન્ને આઈફોન મૉડલ વાયરલેસ ચાર્જિગને સપોર્ટ કરે છે. કંપનીએ જણાવ્યું હતું કે બન્ને ફોન અપડેટેડ કેમેરા સાથે આવે છે.
iPhone 8 અને iPhone 8 Plus બે સ્ટોરેજ 64 GB અને 256GB વેરિયન્ટમાં ઉપલબ્ધ છે. iPhone 8 64 GBની કિંમત 64,000 રુપિયા હશે જ્યારે iPhone 8 256GB સ્ટોરેજ વેરિયંટની કિંમત 77,000 રુપિયા છે. iPhone 8 Plus 64 GB 73,000 રૂપિયા જ્યારે iPhone 8 Plus 256 GB વેરિયંટની કિંમત 86,000 રૂપિયા છે.
રેડિંગ્ટન ઈન્ડિયાએ જણાવ્યું કે, ‘દેશભરમાં 3000 સ્ટોરમાંથી કોઈપણ સ્ટોરમાં આ પ્રી-ઓર્ડર બુક કરાવી શકાશે.’ એપલે મંગળવારે જણાવ્યું હતું કે, ‘ભારતમાં iPhone 8 અને iPhone 8 Plus નું વેચાણ 29 સપ્ટેમ્બરથી શરૂ કરાશે.’
નવો લોન્ચ થયેલ આઈફોન 8 અને આઈફોન 8 પ્લસ સ્માર્ટફોન માટે તમારે હવે વધારે રાહ નહીં જોવી પડે. એપલેના ડિસ્ટ્રીબ્યૂટર પાર્ટનર રેડિંગ્ટન ઇન્ડિયાએ બુધવારે કહ્યું કે, દેશમાં 22 સપ્ટેમ્બરથી આઈફોન 8 અને આઈફોન 8 પ્લસના પ્રી ઓર્ડર સ્વીકારવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -