Jio યૂઝર્સ FREEમાં જોઈ શકે છે IPL 2017, બસ આ સરળ કામ કરવાનું રહેશે
વીડિયોના સેટિંગ્સમાં જઈને તમે ક્વોલિટી અને વિટરેટનો વિકલ્પ પસંદ કરી શકો છો. જેમાં યૂઝર બિટરેટમાં જઈને વીડિયોને રિયલ ટાઈમ સ્પીડમાં જોઈ શકે છે. જ્યારે ક્વોલિટી પર ટેબ કરવાથી વીડિયોની ઉપર એક લિસ્ટ ઓપન થાય છે. આ લિસ્ટમાં ઓટો મોડની સાથેલો, મીડિયમ અને હાઈ ક્વોલિટીમાં વીડિયો જોઈ શકાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનીચે તરફ મેક્સિમાઈઝનો વિકલ્પ હોય છે, ચેના પર ટેબ કરવાથી વીડિયો ફૂલ સ્ક્રીનમાં પ્લે થવા લાગે છે. યૂઝર ઇચ્છે તો લાઈવ વીડિયોને 30 સેકન્ડ પાછલ અને પાછળ ગયા પછી આગળ કરી શકે છે.
અહીંથી તમારી મનપસંદ ચેનલ સર્ચ કરો, જેને આઈપીએલની લાઈમ મેચ જોવી હોય તે સેટ મેક્સ પર જાય. તમારે ચેનલ પર માત્ર ટેબ કરવાનું છે એટલે તે આપોઆપ ઓપન થઈ જશે. ચેનલ ઓપન થયા પછી નાની વિન્ડોમાં પ્લે થશે. પ્લે થતાં પહેલા 30 સેકન્ડની એડ આવે છે ત્યાર પછી ચેનલ ચાલુ થઈ જશે.
IPLની લાઇવ મેચ જોવા માટે યૂઝરે સૌથી પહેલા ગૂગલ પ્લે સ્ટોર પરથી JIO TV એપ ઇન્સ્ટોલ કરવી પડશે, જો એપ પહેલાથી તમારી પાસે હોય તો એપડેટ કરવી પડશે. એપ ઇન્સ્ટોલ થયા બાદ ઓપન કરો, અહીં તમને અનેક ટીવી ચેનલનું લિસ્ટ દેખાશે.
JioTV એપ પર સ્ટાર્સ સ્પોર્ટ્સની ચેનલ્સ પહેલાથી જ સામેલ છે. ટીમ ઇન્ડિયાની કેટલીય મેચ આ એપ પર બતાવવામાં આવી ચૂકી છે. લિસ્ટમાં સ્ટાર સ્પોર્ટ્સની HD ચેનલ્સ પણ સામેલ છે. અત્યારે JioTV એપની સર્વિસ એકદમ ફ્રી છે, એટલે યૂઝર્સને વીડિયો કે લાઇવ મેચ માટે માત્ર ડેટા ખર્ચવો પડશે.
JioTV એપ પર યૂઝર લાઇવ મેચ જોઇ શકે છે. કંપનીના દાવા અનુસાર 400થી વધારે ચેનલ્સ તેના પર આપવામાં આવી રહી છે જેમાં 60થી વધારે HD ચેનલ્સ છે. આમાં ઘણીબધી સ્પોર્ટ્સ ચેનલ પણ સામેલ છે. IPLનું લાઇવ ટેલિકાસ્ટ સેટ મેક્સ પર કરવામાં આવી રહ્યું છે. આ ચેનલ પણ JioTVના લિસ્ટમાં સામેલ છે, એટલે યૂઝર અહીંયા ડાયરેક્ટ લાઇવ મેચ જોઇ શકે છે.
નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓના ગ્રાહક હવે આ સમર સીઝનમાં આઈપીએલની તમામ મેચો ફ્રીમાં જોઈ શકે છે. એટલે કે, જો તમે જિઓ યૂઝર્સ છો તો આઈપીએલ 20 ટૂર્નામેન્ટ જોવા માટે કોઈપણ પ્રકારનું પ્રીમિયમ સબ્સક્રિપ્શન લેવાની જરૂર નહીં રહે. જિઓ યૂઝર્સ IPLની મેચને પોતાના સ્માર્ટફોન પર એકદમ ફ્રી જોઇ શકે છે. જોકે આ માટે સ્માર્ટફોનમાં JioTV એપ હોવી જરૂરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -