✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ભારતમાં પેનિક બટન સાથેનો પહેલો મોબાઈલ ફોન લોંચ, 3 વાર બટન દબાવશો તો પોલીસને લાગશે, બીજી છે કઈ ખાસિયતો, શું છે ભાવ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  22 Feb 2017 02:21 PM (IST)
1

ફોનમાં 13 મેગાપિક્સલ રિયર કેમેરા છે. તે સીમોસ સેન્સર અને ફ્લેશની સાથે આવશે. સેલ્ફીના દીવાના માટે 5 મેગાપિક્સલના સેન્સર આપવામાં આવ્યા છે. ઇનબિલ્ટ સ્ટોરેજ 16 જીબી છે અને યૂઝર જરૂરત પડવા પર 2 ટીબી સુધી માઈક્રોએસડી કાર્ડનો ઉપયોગ કરી શકશે. 4જી એલટીઈ ઉપરાંત એલજી કે10 (2017)ના કનેક્ટિવિટી ફીચરમાં વાઈ-ફાઈ 802.11 બી/જી/એન, જીપીએસ/એ-જીપીએસ, માઈક્રો-યૂએસબી, એફએમ રેડિયો, બ્લૂટૂથ વી4.1 અને 3.5 એમએમ જેક સામેલ છે. ફોનની બેટરી 2800 એમએએચની છે. તેનું ડાયમેંશન 148.7x75.2x7.9 મિલીમીટર છે અને વજન 142 ગ્રામ. એક્સેલેરોમીટર, એમ્બિયન્ટ લાઈટ સેન્સર, મેગ્નેટોમીટર અને પ્રોક્સિમીટી સેન્સર આ ફોનનો ભાગ નથી.

2

આ ફોન એન્ડ્રોઈડ 7.0 નૂગા પર આધારિત હશે. ફોન 5.3 ઇંચની એચડી (720x1280 પિક્સલ) ડિસ્પ્લે છે. તેમાં 1.5 ગીગાહર્ટ્ઝ ઓક્ટા-કોર મીડિયાટેક એમટી6750 ચિપસેટની સાથે 2 જીબી રેમ આપવામાં આવી છે. ગ્રાફિક્સ માટે માલી-ટી860એમપી2 જીપીયૂ ઇન્ટિગ્રેટેડ છે.

3

ભારતમાં આ ફોનનું ડ્યુઅલ સિમ વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યું છે. કંપનીએ જાણકારી આપી છે કે, આ ફોન વીઓએલટીઈની સાથે વીઆઈએલટીઈ ફીચરથી સજ્જ છે. રિયર પેનલ પર ફિન્ગરપ્રિન્ટ સેન્સર છે. એલજી કે10 (2017) 9 ક્ષેત્રીય ભાષાને પણ સપોર્ટ કરશે.

4

ઉલ્લેખનીય છે કે, સરકારે એપ્રિલ, 2016માં જાહેરાત કરી હતી કે એક જાન્યુઆરી, 2017થી દેશમાં વેચાતા તમામ હેન્ડસેટોમાં પેનિક બટન હોવા ફરજિયાત હશે. આદેશ અનુસાર, પેનિક બટ દબાવવા પર સીધા જ ઇમર્જન્સી નંબર 112 પર કોલ લાગી જશે.

5

આ મોબાઈલમાં પેનિક બટન પાછળની બાજુ આપવામાં આવ્યું છે. બટનને સતત ત્રણ વખત દબાવવા પર તે આપોઆપ રાષ્ટ્રીય ઇમર્જન્સી હેલ્પલાઈન નંબર 112 સાથે કનેક્ટ થઈ જશે. આ નંબરથી પોલીસ, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ જેવી જરૂરી મદદ પણ મેળવી શકાય છે. એટલું જ નહીં જો ફોનમાં નેટવર્ક ન પણ હોય તો પણ તે કામ કરી શકે છે. જોકે તેમાં જીપીએસની સુવિધા એક જાન્યુઆરી 2018થી શરૂ કરવામાં આવશે.

6

નવી દિલ્હીઃ કેન્દ્રીય ઇન્ફોર્મેશન એન્ડ ટેક્નોલોજી પ્રધાન રવિશંકર પ્રસાદે પેનિક બટન સાથેનો ભારતનો પ્રથમ મોબાઈલ ફોન લોન્ચ કર્યો છે. આ ફોન દેશની મોટી મોબાઈલ કંપનીઓમાં સામેલ એવી એલજીએ રજૂ કર્યો છે. આ મોડલનું નામ K10 2017 છે.

  • હોમ
  • ગેજેટ
  • ભારતમાં પેનિક બટન સાથેનો પહેલો મોબાઈલ ફોન લોંચ, 3 વાર બટન દબાવશો તો પોલીસને લાગશે, બીજી છે કઈ ખાસિયતો, શું છે ભાવ
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.