Jellyએ લોન્ચ કર્યો વિશ્વનો સૌથી નાનો સ્માર્ટફોન, 4G LTEવાળા આ ફોનમાં 2.5 ઈંચની નાની સ્ક્રીન
Jelly સ્માર્ટફોનમાં ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઈડ નૂગા છે. ઉપરાંત ગૂગલ પ્લે તેમાં પહેલેથી જ ઇન્સ્ટોલ આવે છે. Jelly એક ડ્યુઅલ સિમ સ્માર્ટફોન છે. ફોનને પાવર આપવા માટે 950 એમએએચ બેટરી છે.
નવી દિલ્હીઃ એક બાજુ મોટી સ્ક્રીનવાળા સ્માર્ટફોનની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે જ્યારે કેટલાક મેન્યુફેક્ચરર્સ નાની સ્ક્રીનવાળા સ્માર્ટફોનને વધારે મહત્ત્વ આપી રહ્યા છે. Jellyએ આવો જ એક સ્માર્ટપોન લોન્ચ કર્યો છે જેની સ્ક્રીન 2.45 ઈંચની છે અને તે વિશ્વનો સૌથી નાનો સ્માર્ટફોન છે.
કિકસ્ટાર્ટર પર નવો Jelly સ્માર્ટફોન 59 ડોલર (અંદાજે 3800 રૂપિયા)ની કિંમતની સાથે લિસ્ટ થયો છે. જેલી સ્માર્ટફોને અમેરિકામાં વ્હાઈટ, સ્કાઈ બ્લૂ અને બ્લેક કલર વેરિઅન્ટમાં લોન્ચ કર્યો છે. ફોનની સ્ક્રીન ભલે નાની હોય, પરંતુ તેના સ્પેસિફિકેશન ઘણાંદમદાર છે.
Jelly સ્માર્ટફોનમાં 2.45 ઈંચ( 240 x 432 પિક્સલ) રિઝોલ્યૂશનવાળી TFT LCD ડિસ્પ્લે છે. ફોનમાં 1.1GHz ક્વાડ-કોર પ્રોસેસર છે. તેમાં 1 જીબી રેમ છે. જ્યારે Jellyના પ્રો વેરિઅન્ટમાં 2જીબી રેમ છે. આ ફોનની ઇન્ટરનલ સ્ટોરેજ 8જીબી છે જ્યારે પ્રો વેરિઅન્ટમાં 16જીબી સ્ટોરેજ મળશે.
સારી વાત એ છે કે આ ફોન 4G LTE કનેક્ટિવિટીને સપોર્ટ કરે છે. ફોનમાં 3.5 એમએમ ઓડિયો જેક આપવામાં આવ્યો છે. ફોનના ડાઈમેંશન 92.3 x 43 x 13.3 મિલીમીટર છે. ફોનમાં એક રિયર અને ફ્રન્ટ કેમેરા પણ છે.