નવો Nokia 3310 રિટેલ વેબસાઈટ પર થયો લિસ્ટ, 17 મેથી ભારતમાં મળશે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેમેરોઃ Nokia 3310ના અપગ્રેટેડ વર્ઝનમાં કેમેરો પણ આપવામાં આવ્યો છે. આ 2 મેગાપિક્સલનો કેમેરો તમને ફોટો ક્લિક કરવામાં મદદ કરશે. નોકિયાના આ ફોનને બે વેરિઅન્ટમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે. તેમાં એક સિમ અને બે સિમવાળા ફોન ઉતારવાનો નિર્ણય કર્યો છે. Nokia 3310ની કિંમત 3448 રૂપિયાની આસપાસ હશે.
ડિઝાઈનઃ Nokia 3310ની ડિઝાઈનની વાત કરીએ તો તે નવી છે પરંતુ તેમ છતાં તેને જોતા જૂના જેવો જ અનુભવ થાય છે. આ કર્વ્ડ શેપની છે. Nokia 3310માં 16 જીબીની ઇન્ટરનલ મેમરી આપવામાં આવશે તેને વધુમાં વધુ 32જીબી સુધી વધારી શકાશે.
કનેક્ટિવિટીઃ આ ફોનમાં કોલિંગ અને મેસેજિંગ માટે 2જી કનેક્ટિવિટી આપવામાં આવી છે. એફએમ રેડિયો પણ હશે. આ ચાર અલગઅલગ રંગમાં મળશે.
સ્નેક ગેમઃ Nokia 3310માં સ્નેક ગેમ કેવી રીતે ભૂલી શકાય? કંપનીએ તેને અપગ્રેટેડ વર્ઝનમાં પણ આપી છે. એટલું જ નહીં, હવે તો Nokia 3310ની સ્ક્રીન પ્રકાશમાં પણ જોઈ શકાય છે. તેની સ્ક્રીન કરલફુલ હશે.
બેટરીઃ આસોલિડ ફોનની બેટરી પણ સોલિડ હશે અને તે વાતનો અંદાજ પહેલાથી જ લોકોને હતો. કંપનીનો દાવો છે કે, Nokia 3310ની બેટરી આખા એક દિવસનો ટોકટાઈમ આપશે. આ 1200 એમએએચની હશે. તેની સાથે જ આ આખા મહિના માટે સ્ટેન્ડબાય બેકએપ પણ આપશે. ચાર્જિંગ માટે યૂએસબી પોર્ટ આપવામાં આવ્યો છે.
જ્યારે આ ફોનને રિલૉન્ચ કરવામાં આવ્યો હતો, ત્યારે કંપનીએ આની કિંમત 49 યુરો ડૉલર લગભગ 3400 રૂપિયા નક્કી કરી હતી. આશા રાખીએ કે આ ફોનની કિંમત ભારમાં પણ આ જ હશે, પણ ભારતમાં આ ફોન 3899 રૂપિયામાં લિસ્ટ થયો છે. આગળની સ્લાઈડ્સમાં વાંચો ક્યા ફીચર્સ હશે નવા નોકિયા 3310માં.
onlymobiles.com પર આ ફોનની પ્રી-બુકિંગ 5 મે થી શરૂ થશે, અહીં આ ફોનની ફ્રી ડિલીવરી સાથે 30 દિવસની પ્રાઇસ ગેરંટી પણ આપવામાં આવી રહી છે. વેબસાઇટ પર ફોન વાર્મ રેડ, ડાર્ક બ્લૂ, ગ્રે અને યલો કલરમાં અવેલેબલ છે. આ ફોન 28 એપ્રિલથી ઓસ્ટ્રિયા અને જર્મનીમાં સેલ માટે અવેલેબલ થઇ જશે.
નવી દિલ્હીઃ ફેબ્રુઆરીમાં એચએમડી ગ્લોબલે નોકિયાનો આઈકોનિક ફોન 3310ની રિડિઝાઈન વર્ઝન લોન્ચ કર્યું હતું. નોકિયાના ફેન્સ આતુરતાથી આ ફોનની રાહ જોઈ રહ્યા છે. ભારતીય યૂઝર્સ માટે સારા સમાચાર આવ્યા છે. નોકિયા 3310 (2017)ને ભારતીય વેબસાઇટ onlymobiles.com પર લિસ્ટ કરવામાં આવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -