LYF સ્માર્ટફોન ખરીદનાર ગ્રાહકોને મળી રહી છે Jioની આ ખાસ ઓફર
નવી દિલ્હીઃ હાલમાં જ અહેવાલ આવ્યો હતો કે રિલાયન્સ રિટેલના હેન્ડસેટ LYFના બજાર હિસ્સામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ઇન્ટરનેશનલ ડેટા કોર્પોરેશન અનુસાર વિતેલા વર્ષના તુલનામાં ચાલુ વર્ષે LYFના સ્માર્ટફોનના વેચાણમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આ જ કારણ છે કે, રિલાયન્સ જિઓ LYFના હેન્ડસેટ યૂઝર્સને વધારે ડેટા આપવાની તૈયારીમાં છે.
ઉલ્લેખનીય છે કે, LYFના વોટર સીરીઝના સ્માર્ટફોનની શરૂઆતની કિંમત 6,600 રૂપિયા છે. આ લિસ્ટમાં કુલ 11 ડિવાઈસ છે જેમાંથી કોઈપણ પણ ખરીદવા પર આ ઓફર મળશે. જેમ કે જો તમને દરરોજ 1જીબી ડેટા મળતો હશો તો આ સ્માર્ટફોન પર કંપની દરરોજ 1.2 જીબી ડેટા આપશે.
આ ઓફરમાં કહેવામાં આવ્યું છે કે, LYF સ્માર્ટફોન ખરીદવા પર 20 ટકા એક્સ્ટ્રા ડેટા મળશે. જોકે આ LYFના તમામ સ્માર્ટપોન પર નથી, પરંતુ પસંદગીના ડિવાઈસ પર જ ઓફર મળશે. LYFના વોટર સીરીઝના સ્માર્ટફોન ખરીદવા પર 20 ટકા વધારે ડેટા મળશે.
રિલાયન્સ LYF સ્માર્ટફોનના બજાર હિસ્સાનો ટ્રેન્ડ જોયે તો જાણવા મળશે કે જેમ જેમ જિઓ સિમનો વ્યાપ વધીને તમામ સ્માર્ટપોન માટે થયો તેમ તેમ LYFનું વેચાણ ઘટતું ગયું.
આઈડીસી અને સીએઆર ડેટા અનુસાર એક સમય એવો પણ હતો જ્યારે LYFનો ભારતીય સ્માર્ટફોન બજારમાં બજાર હિસ્સો ખૂબ જ વધી ગયો હતો અને તે પાંચમાં સ્થાન પર આવી ગયો હતો. આ વધારો જાન્યુઆરીથી સપ્ટેમ્બરની વચ્ચે જોવા મળ્યો હતો ત્યારે અંદાજે 2.3 મિલિયન સ્માર્ટફોનનું વેચાણ થયું હતું.
શરૂઆતમાં જ્યારે મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે LYF સ્માર્ટપોન રજૂ કર્યો હતો ત્યારે રિલાયન્સ જિઓની ફ્રી ઓફર માત્ર એવા જ સ્માર્ટપોનની સાથે બંડલ ઓફર તરીકે આપવામાં આવતી હતી. આ દરમિયાન તેનું વેચાણ વધ્યું હતું. પરંતુ કંપનીએ પોતાની રણનીતિ બદલીને જિઓને અન્ય હેન્ડસેટ માટે પણ શરૂ કરી.
રિલાયન્સ રિટેલ LYF સ્માર્ટપોન લેવા પર હવે રિલાયન્સ જિઓ ગ્રાહકોને 20 ટકા વધારે ડેટા આપશે. કંપનીની વેબસાઇટ પર આ નવી ઓફરને અપડેટ કરવામાં આવી છે.