Jio યૂઝર્સ માટે ખરાબ સમાચારઃ આ કંપની આપી રહી છે સૌથી વધારે 4G સ્પીડ, જાણો વિગત
નવી દિલ્હીઃ રિલાયન્સ જિયોની 4G ડાઉનલોડ સ્પીડ એપ્રિલ 2018માં ફરી એક વખત ઘટી હતી. જિયોની સ્પીડ ઘટી હોય તેવો આ સતત બીજો મહિનો છે. ચાલુ વર્ષે ત્રીજી વખત જિયોની સ્પીડમાં ઘટાડો નોંધાયો છે. જિયોની હરીફ ગણાતી એરટેલની ડાઉનલોડ સ્પીડના માર્જિનમાં વધારો થયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએવરેજ ડાઉનલોડ સ્પીડની વાત કરવામાં આવે તો એરટેલની સ્પીડમાં વધારો થયો છે. વોડાફાને, આઈડિયાએ તેની જૂની સ્પીડ જાળવી રાખી છે. જે રિલાયન્સ જિયો માટે ચિંતાભર્યું સાબિત થઈ શકે છે.
એપ્રિલ મહિનામાં ઈન્ટરનેટ સ્પીડને લઈ ઓપન સિગ્નલે એક રિપોર્ટ જાહેર કર્યો હતો. જે મુજબ દેશમાં 4જી અવેલેબિલિટીના મામલે નંબર વન છે, પરંતુ સ્પીડની વાત કરવામાં આવે તો એરટેલ નંબર વન કંપની સાબિત થઈ હતી.
ડાઉનલોડ બાદ અપલોડ સ્પીડની વાત કરવામાં આવે તો લિસ્ટમાં આઇડિયા સૌથી ઉપર છે. આઈડિયાની અપલોડ સ્પીડ 6.5 Mbps છે. વોડાફોન 5.2 Mbps અપલોડ સ્પીડ સાથે બીજા નંબર પર છે. 4 Mbps સ્પીડ સાથે જિયો ત્રીજ અને 3.7 Mbps સ્પીડ સાથે એરટેલ ચોથા નંબરે છે.
ટેલીકોમ રેગ્યુલેટર ટ્રાઇના માયસ્પીડ એપના આંકડા મુજબ જિયોની 4જી ડાઉનલોડ સ્પીડમાં એપ્રિલ મહિનામાં 33 ટકા ઘટાડો નોંધાયો છે. એપ્રિલમાં સ્પીડ ઘટીને 14.7Mbps રહી હતી. બે મહિના પહેલા આ સ્પીડ 21.3Mbps હતી. ડિસેમ્બર મહિનામાં જિયોની ડાઉનલોડ સ્પીડ સૌથી વધારે 25.6 Mbps નોંધાઈ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -