Reliance Jio યૂઝર્સને દરરોજ મળી રહ્યો છે ફ્રીમાં 2GB ડેટા, આ રીતે ઉઠાવો લાભ
આ ઉપરાંત રિલાયન્સ જિઓએ દિવાળી પહેલા લોન્ગ ટર્મ વેલિડિટી પ્લાન પણ શરૂ કર્યો હતો. જેમાં યૂઝર્સ 1,699 રૂપિયાનું રિચાર્જ કરાવે છે તો યૂઝર્સને એક વર્ષ સુધી અનલિમિટેડ લોકલ અને નેશનલ કોલિંગ ફ્રીમાં મળી રહ્યો છે. સાથે જ દરરોજ 1.5 જિબી ડેટા, 100 એસએમએસ પણ ફ્રીમાં મળી રહ્યાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએવું જાણવા મળ્યું છે કે આ યોજનાના લાભો તમામ યૂઝર્સને મળી રહ્યાં છે, જેમની પાસે એક્ટિવ જિઓ પ્લાન છે. તેમને એકસ્ટ્રા ડેટા મળી રહ્યો છે કે નહીં, તો તેના માટે તમારે માય જિઓ એપ્લિકેશન ખોલીને માય પ્લાન મેનૂ પર જવું પડશે. જ્યાં તમે જિઓ સેલિબ્રિટી પેક જોઈ શકો છો, જેમાં તમને દરરોજ 2 જીબી ડેટા આપવામાં આવશે. આ સિવાય, તમે અહીંથી પણ જાણી શકો છો કે આ ઓફરની અંતિમ તારીખ કઈ છે.
મુંબઈઃ રિલાયન્સ જિઓ તેના કેટલાક યૂઝર્સ માટે જિઓ સેલિબ્રેશન પેકના સમયમાં વધારો કર્યો છે. જિઓ સેલિબ્રેશન પેક અંતર્ગત કંપની પોતાના ખાસ ગ્રાહકોને 5 દિવસ સુધી પ્રતિ દિવસ 2 જીબી વધારાનો ડેટા આપી રહી છે. તેનો મતલબ એ થયો કે જિઓ યૂઝર્સને 5 દિવસ માટે વધારાનો 10 જીબી ડેટા મળી રહ્યો છે.
હાલમાં જિઓએ દિવાળીના અવસર પર તેમના યૂઝર્સ માટે જિઓ દિવાળી ધમાકા ઓફર શરૂ કરી હતી, જેમાં, યૂઝર્સ જો 149 રૂપિયાથી વધારે રિચાર્જ કરે, તો તેમને 100% કેશબેક મળી રહ્યું છે. આ કેશબેક માયજિઓના માયકુપન્સ સેક્શન્સ કુપન્સ તરીકે મળી રહ્યું છે. કંપનીની વેબસાઇટની માહિતી અનુસાર, યૂઝર્સ હાલ આ ઓફરનો લાભ લઈ શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -