ફેસબુકના 8.7 કરોડ ટેકા લીકમાં ભારતીય યૂઝર્સના ડેટા પણ થયા HACK, જાણો કેટલા યૂઝર્સની માહિતી થઈ લીક
કેમ્બ્રિજ એનાલિટિકાને કયા દેશના કેટલા યૂઝર્સનો ડેટા પહોંચ્યોઃ 7,06,32,350 (અમેરિકા), 11,75,870 (ફિલિપીન્સ), 10,96,666 (ઇન્ડોનેશિયા), 10,79,031 (બ્રિટન), 7,89,880 (મેક્સિકો), 6,22,161 (કેનેડા), 5,62,455 (ભારત), 4,43,117 (બ્રાઝિલ), 4,27,446 (વિયેટના), 3,11,127 (ઓસ્ટ્રેલિયા)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફેસબુકે કબુલાત કરી છે કે, બદઇરાદા ધરાવતાં તત્ત્વો પાસે પહોંચેલી બે અબજ યૂઝર્સની માહિતી અમે રદ કરી નાખી છે. ઝુકરબર્ગે જાહેરમાં સ્વીકાર્યું હતું કે, પોતાના યૂઝર્સની માહિતીની સાચવણીમાં ફેસબુક નિષ્ફળ નીવડી છે.
ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગે જણાવ્યું હતું કે, અમારી કંપનીનું મુખ્ય ધ્યાન 2018માં ભારત, અમેરિકા અને પાકિસ્તાનમાં યોજાનારી ચૂંટણી પર છે, તે માટે યૂઝર્સના ડેટાની સુરક્ષા કરવા કંપનીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સહિતના ટેક્નોલોજી ટૂલ્સ અને હજારો કર્મચારીઓને કામે લગાડયા છે.
કેમ્બ્રિજ એનાલિટિકા કંપની ભારતની રાજકીય પાર્ટીઓ સાથે ઘણા લાંબા સમયથી કામ કરી રહી છે, જોકે કેમ્બ્રિજ એનાલિટિકાએ આ ડેટાનો ઉપયોગ તેના ક્લાયન્ટો માટે કર્યો છે કે કેમ તેનો ઉલ્લેખ કરાયો નથી. ફેસબુકના ચીફ ટેક્નોલોજી ઓફિસર માઇક સ્ક્રોફપફરે તેમના બ્લોગમાં જણાવ્યું હતું તે, વિવાદાસ્પદ રાજકીય કન્સલ્ટન્સી ફર્મ સાથે ડેટા શેર થયો હોય તેવા ફેસબુક યૂઝર્સની સંખ્યા પાંચ કરોડ નહીં પરંતુ તેનાથી ઘણી વધુ 8 કરોડ 70 લાખ જેટલી હોઈ શકે છે.
ફેસબુકે જણાવ્યું હતું કે, ગ્લોબલ ડેટા લીકને કારણે ભારતનાં 5.62 લાખ લોકોને અસર થઈ હતી. ફેસબુકે કબુલાત કરી હતી કે, તેના દ્વારા ભારતના 5,62,455 ફેસબુક યૂઝર્સના ડેટા બ્રિટનની કેમ્બ્રિજ એનાલિટિકાને શેર થઈ ગયા છે.
નવી દિલ્હીઃ બ્રિટનની ડેટા એનાલિટિક્સ ફર્મ કેમ્બ્રિજ એનાલિટિકાએ માત્ર 5 કરોડો લોકો નહીં પરંતુ 8.7 કરોડ ફેસબુક યૂઝર્સના ડેટા ખોટી હીતે મેળવ્યા હતા. આ વાત ખુદ ફેસબુકે સ્વિકારી છે. સોશિયલ મેટવર્કિંગ સાઈટ ફેસબુકે સ્વીકાર્યું કે કેમ્બ્રિજ એનાલિટિકાએ આઠ કરોડ 70લાખથી વધારે ફેસબુક યૂઝર્સના વ્યક્તિગત ડેટાનો ખોટી રીતે ઉપયોગ કર્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -