Jioને ટક્કર આપવા Airtel લાવી રહ્યું છે ધન ધના ધન જેવો પ્લાન, મળશે 70GB ડેટા
વૉડાફોને 4GB ડેટા પ્લાન લૉન્ચ કર્યો છે, જેમાં યૂઝર્સ નવા વૉડાફોન સુપરનેટ 4G સિમ કાર્ડ લઇને જ મેળવી શકો છો. કંપનીએ માહિતી આપી છે કે 4G સિમમાં અપગ્રેડ કરવાથી યૂઝર્સ 4GB ડેટા ફ્રી મેળવી શકશે. આ ડેટા 10 દિવસની અંદર યૂઝર કરવો પડશે. બીજીબાજુ પૉસ્ટપેડ ગ્રાહક એક બિલિંગ સાયકલમાં 4GB ડેટા મેળવશો. અત્યારે આ ઓફર માત્ર મુંબઇ માટે જ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ રિલાયન્સ જિઓની ધન ધના ધન ઓફરનો જવાબ એરટેલે પોતાની રીતે આપ્યો છે. અહેવાલ અનુસાર 399 રૂપિયાનો પ્લાન લોન્ચ કરવાની તૈયારીમાં છે જેમાં 70 દિવસ માટે અનલિમિટેડ ડેટા અને અમલિમિટેડ કોલિંગ આપવામાં આવશે. આ પ્લાન અંતર્ગત દરરોજ 1જીબી 4જી ડેટા આપવામાં આવશે. આવી જ ઓફર જિઓની છે.
આ વખતે ટેલિકૉમ બ્લૉગર સંજય બાફનાએ પણ ટ્વીટ કરી માહિતી આપી છે, તેમનું કહેવું છે કે આ પ્લાનમાં કૉલિંગ પણ ફ્રી આપવામાં આવશે. આની સાથે 244 રૂપિયાનો એક પ્લાન આવશે જેમાં એરટેલ ટુ એરટેલ કૉલિંગ ફ્રી આપવામાં આવશે. એરટેલ 2GB ડેટા ડેલીવાળો પ્લાનને ટક્કર આપવા માટે પણ નવો પ્લાન લઇને આવશે. સંજય બાફનાનું ટેલિકૉમ ઇન્ડસ્ટ્રીમાં સારું નામ છે, તે ભારત ટેલિકૉમમાં સૌથી પહેલા લીકના સમાચાર આપે છે જે 80 ટકા સાચા હોય છે.
એરટેલે જિઓની ધન ધના ધન ઓફરને ફરીથી પડકાર આપ્યો છે. કંપનીએ આને જુની બૉટલમાં નવો દારુ ગણાવ્યો છે. સાથે જ આને ટ્રાઇના નિયમોની વિરુદ્ધ બતાવતા જિઓ પેનલ્ટીની માંગ કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -