ટીવીના શોખીન માટે સારા સમાચાર, રિલાયન્સ જિયો ક્યારથી શરૂ કરશે DTH સર્વિસ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરિલાયન્સ જિયો પોતાની ડિટીએચ સર્વિસ કોઇ પણ સમયે લોન્ચ કરી શકે છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થયા બાદ જિયો ડીટીએચ સેવાઓ ઓગસ્ટ બાદ શરૂ કરી દેવામાં આવશે.
જિયો ટીડીએચ પ્રથમ ત્રણ મહિના સુધી ફ્રીમાં આપવામાં આવે તેવી સંભાવના છે બાદમાં એક મહિનાના 199 રૂપિયાનો ચાર્જ વસૂલવામાં આવશે તેવું એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું. જિયો ડીટીએચ એવા લોકો માટે સારા અવસર સમાન છે જેઓ ઇન્ટરનેટનો ઉપયોગ નથી કરતા પરંતુ ટીવી જોવાના શોખીન છે.
મુંબઇઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સહાયક કંપની જિયો ટૂંક સમયમાં જિયો ડીટીએચના ત્રણ મહિનાના ટ્રાયલની શરૂઆત કરશે. જિયો ડીટીએચની સાથે સાથે જિયો ગીગાફાઇબર કનેક્શનનું પણ ટ્રાયલ શરૂ કરશે. કંપની જિયો ગીગા ટીવી સેટઅપ ફ્રીમાં આપી રહી છે. જિયો ગીગા ટીવીમાં અલ્ટ્રા હાઇ ડેફિનેશન એન્ટરટેઇમેન્ટ, એચડી વિડિયો અને વોઇસ કોલિંગની પણ સુવિધા આપવામાં આવશે.
તે સિવાય ટીવીની મદદથી તમે વિડિયો કોન્ફરન્સિંગ, ગુગલ આસિસ્ટન્ટ અને એલેક્સા સપોર્ટ, વીઆર ગેમિંગ, ડિઝિટલ શોપિંગ સહિતની અનેક સુવિધાઓ આપવામાં આવશે. જિયો ગીગાફાઇબર સર્વિસ જિયો રાઉટ, જિયો ગીગા ટીવી સેટઅપ બોક્સ અને ફિક્સ લાઇન ફોન, સ્માર્ટ હોમ ઓટોમેશન સહિતની અનેક સુવિધાઓ ગ્રાહકને આપવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -