સ્પેક્ટ્રમ મળ્યાના 6 મહિનામાં રિલાયન્સ Jio લોન્ચ કરી શકે છે 5G
ઉલ્લેખનીય છે કે 5G સેવાઓ માટે સ્પેક્ટ્રમની હરાજી 2019ના અંત સુધીમાં થશે. હાલમાંજ સરકારે ભારતમાં 5G ટ્રાયલ માટે સિસ્કો, સેમસંગ, એરિક્સન અને નોકિયા સાથે પાર્ટનર્શિપ કરવાની વાત કહી છે. જ્યારે ચીની કંપનીઓ હુઆવે અને જીટીઈને તેમાંથી બહાર રાખવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હી: રિલાયન્સ જિયો 4G સર્વિસને લોન્ચ કર્યા બાદ દેશની સૌથી મોટી ટેલીકોમ કંપની બની ગઈ છે. જ્યારે હવે 5G સર્વિસની તૈયારી કરી રહ્યું છે. અહેવાલ પ્રમાણે 5G સ્પેક્ટ્રમ મળ્યાના છ મહિનાની અંદર ભારતમાં 5G સર્વિસ લોન્ચ કરશે એટલે કે 2020 સુધી ગ્રાહકો સુધી 5G સર્વિસ પહોંચાડી શકે છે.
અધિકારીઓ અનુસાર સરકાર 5G સાથે સંકળાયેલી ગતિવિધિઓ માટે 500 કરોડ રૂપિયાના બજેટ કાઢવા પર કામ કરી રી છે. આ કાર્ય મુખ્યત્વે રિસર્ચ અને પ્રોડક્ટ ડેવલપમેન્ટ હશે. 5G ટેક્નોલોજી પ્રમાણે સરકારનો શહેરી વિસ્તારમાં 10 હજાર મેગાબાઈટ પ્રતિ સેકન્ટ MBPS અને ગ્રામીણ વિસ્તારમાં 1000 MBPSની સ્પીડ ઉપલબ્ધ કરવાનો લક્ષ્ય છે.
દૂરસંચાર મંત્રી મનોજ સિન્હાએ કહ્યું કે, અમે ઉચ્ચ સ્તરીય 5G કમિટી બનાવી છે. જે 5G પગલે દ્રષ્ટિકોણ, મિશન અને લક્ષ્યને લઈને કામ કરશે. દુનિયામાં 2020માં જ્યારે 5G ટેક્નોલોજી લાગુ થશે ત્યારે મને વિશ્વાસ છે કે ભારત તેની સાથે ઊભું રહેશે.
ઈટીના રિપોર્ટ પ્રમાણે જિયોએ ઓપ્ટિક ફાઈબર લગાવવાનું શરુ કરી દીધું છે. જિયોના એક અધિકારીએ જણાવ્યું કે, જિયો પાસે 5G- રેડી LTE નેટવર્ક છે અને જિયો સ્પેક્ટ્રમ મળ્યાના છ મહિનાની અંદર આ ટેક્નોલોજી આધારિત સર્વિસ લોન્ચ કરવા સક્ષમ છે. કંપની ઝડપી ઓપ્ટિક ફાઈબર લગાવી રહી છે જે 5G નેટવર્ક બેકબોન તરીકે કામ કરશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -