નવા વર્ષમાં Jio લાવ્યું ધમાકેદાર ઓફર, આ રીતે યૂઝરને આપે છે ઓછી કિંમતે વધુ ડેટા
આ પ્લાનની સાથે અનલિમિટેડ વૉઇસ કૉલ અને જિઓ એપ્સનો એક્સેસ પણ આવી રહ્યો છે. જોકે, આ પ્લાન જિઓ પ્રાઇમ મેમ્બર માટે 9 જાન્યુઆરી 2018થી લાગુ થશે.
નવી દિલ્હીઃ નવુ વર્ષ 2018 શરૂ થતાં જ જિઓએ ફરીથી પોતાના ગ્રાહકો માટે ખાસ ઓફર રજૂ કરી દીધી છે. રિલાયન્સ જિઓએ અન્ય કંપનીઓની સરખામણીમાં ઓછી કિંમતે વધુ ડેટા આપતી ઓફરના કેટલાક પ્લાન લૉન્ચ કર્યા છે અને કેટલાક પ્લાનમાં ફેરફાર કર્યા છે. હેપ્પી ન્યૂ ઇયર 2018 ઓફર અંતર્ગત એક-બે નહીં પણ પુરેપુરા આઠ ટેરિફ પ્લાન રિવાઇઝ કર્યા છે.
આ પછી ડેલી 1.5GB ડેટા વાળા પ્લાન છે, જેમાં 198 રૂપિયા, 398 રૂપિયા, 448 રૂપિયા અને 498 રૂપિયાના આ ચાર નવા પ્લાન છે. 198 રૂપિયા વાળા પ્લાનની વેલિડિટી 28 દિવસ, 398 રૂપિયા વાળા પ્લાનની વેલિડિટી 70 દિવસ, 448 રૂપિયા વાળા પ્લાનની વેલિડિટી 84 દિવસ અને 498 રૂપિયા વાળા પ્લાનની વેલિડિટી 91 દિવસની છે.
બીજો પ્લાન 349 રૂપિયાવાળો અને 449 રૂપિયાવાળો ડેલી 1GB વાળો છે. જોકે, આની વેલિડિટી અલગ-અલગ છે. 349 રૂપિયા વાળા પ્લાનની વેલિડિટી 70 દિવસની અને 399 રૂપિયા વાળા પ્લાનની વેલિડિટી 84 દિવસની છે, જ્યારે 449 રૂપિયા વાળા પ્લાનની વેલિડિટી 91 દિવસની છે.
પહેલાં જિઓ પાસે 199 રૂપિયા, 399 રૂપિયા, 459 રૂપિયા અને 499 રૂપિયા વાળા પ્લાન હતા.હવે આ પ્લાનની કિંમત 50 રૂપિયા જેટલી ઓછી કરી દીધી છે. પરંતુ બધા લાભ પહેલાં જેવા જ છે. હવે 149 રૂપિયા વાળા પ્લાનમાં 28 દિવસ માટે દરરોજ 1GB ડેટા આપવામાં આવશે. તેને અત્યારે ભારતીય ટેલીકોમ ઈતિહાસમાં સૌથી સસ્તો પ્લાન કહેવામાં આવી રહ્યો છે.
જિઓએ પોતાના જે જુના પ્લાનમાં 50 ટકા ડેટા આપવામાં આવતો હતો, તેની સાથે ચાર નવા પ્લાન પણ શરૂ કર્યા છે. અત્યારે જિઓ પાસે ચાર પ્લાન છે જેમા ડેલી 1GB ડેટા વાળો તથા ડેલી 1.5GB ડેટા વાળા પ્લાન સામેલ છે, આને ન્યૂ ઇયર પ્લાન પણ કહેવાય છે.