મોબાઇલ વર્લ્ડમાં ધમાકો, હવે આવશે દુનિયાનો પહેલો અંડર ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્માર્ટફોન
વીવો એક્સ 20 અને એક્સ 20 પ્લસમાં ડ્યુલ કેમેરા છે, આની સાથે આમાં ક્વાલકૉમ સ્નેપડ્રેગન 660 ચિપસેટ, ચાર જીબી રેમ અને સ્ટૉરેજ કેપેસિટી 64જીબી છે. વળી આ સ્માર્ટફોન્સમાં 12 મેગાપિક્સલ પ્રાઇમરી કેમેરો છે, જેનું અપર્ચર f/1.8નું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ હાલના ટેકનોલૉજીની જમાનામાં રોજ-રોજ નવા નવા ઇનૉવેસન આવી રહ્યાં છે. ખાસ કરીને ગેજેટની દુનિયામાં આની અસર ચોખ્ખી દેખાઇ રહી છે. હવે આ બધાની વચ્ચે રિપોર્ટ્સ એવા છે કે, જાણીતી ચીની સ્માર્ટફોન કંપની વીવો એક એવો સ્માર્ટફોન લૉન્ચ કરી શકે છે, જેમાં અંડર ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર હશે.
ફોનરડારના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અંડર ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સેન્સર વાળું ડિવાઇસ જેનું મૉડલ નંબર BK1124 છે. 3સી સર્ટિફિકેશન વેબસાઇટ પર વીવો એક્સ 20 પ્લસ યુડીના નામથી જોવા મળ્યો હતો. આ યુડીનો અર્થ અંડર ડિસ્પ્લે સમજી શકાય છે. જોકે આ દાવો કેટલો સાચો છે તે હજુ સ્પષ્ટ નથી થઇ શક્યો.
અંડર ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સેન્સર, આનો સીધો અર્થ ડિસ્પ્લેની અંડર ફિંગરપ્રિન્ટ સ્કેનર છે. હજુ સુધી મેનસ્ટ્રીમમાં દુનિયામાં કોઇપણ આવો સ્માર્ટફોન નથી આવ્યો, જેમાં ડિસ્પ્લેની અંદર ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામાં આવ્યું છે. માનવામાં આવે છે કે આ ટેકનોલૉજી એકદમ ફાસ્ટ અને સિમ્પલ છે. આજસુધી અંડર ડિસ્પ્લે ફિગરપ્રિન્ટ સેન્સર એપલ અને સેમસંગ જેવી મોટી કંપનીઓ નથી આપી શકી અને જો વીવો જેવી કંપની આ રીતની ટેકનોલૉજી લઇને આવશે તે આ મોટી વાત કહેવાશે.
કંપની આ ટેકનોલૉજીની ઝલક વર્ષ 2017ામં શંઘાઇમાં યોજાયેલા મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસમાં બતાવી ચૂકી છે. સ્માર્ટફોન કંપનીનો દાવો છે કે ગયા વર્ષે ચીનમાં વીવો એક્સ 20 અને એક્સ પ્લસ લૉન્ચ કર્યા હતા અને હવે અંડર ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સેન્સર વાળો સ્માર્ટફોન લૉન્ચ કરવા જઇ રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -