JIO 4G ફોનનું બુકિંગ શરૂ થશે આ મહિને ક્યારથી? જાણો કઈ રીતે કરાવશો બુકિંગ? શરૂઆતમાં ભરવી પડશે કેટલી રકમ?
જિઓના ફિચર ફોનામાં 2.4 ઇંચની ક્યૂવીજીએ ડિસ્પ્લે આપવામાં આવી છે, આમાં ન્યૂમેરિક કી-પેડની સાથે 4 નેવિગેશન બટન છે. આમાં માઇક્રોએસડી કાર્ડ સ્લૉટ પણ મળશે. ફોનમાં રિયર કેમેરા, ટૉર્ચ લાઇટ અને એફએમ રેડિયો પણ મળશે. આમાં બ્લૂટૂથ પણ આપવામાં આવ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજિઓના ફિચર ફોનને ફ્રીમાં આપવામાં આવશે, કંપની 1,500 રૂપિયા સિક્યૂરિટી ડિપૉઝિટ રૂપે જમા કરી રહી છે, જેને 3 વર્ષ પછી રિફંડ કરી દેવામાં આવશે. આ રીતે ફોન ફ્રીમાં મળી જશે. આ ફોનની સાથે વૉઇસ કૉલ જિંદગીભર ફ્રી રહેશે. 153 રૂપિયાના રિચાર્જમાં તે બધી સુવિધાઓ મળશે જે 309 રૂપિયાના રિચાર્જમાં મળે છે.
બિઝનેસમેને પોતાનો પાન અથવા જીએસટીએન નંબર આપવાનો રહેશે. તેમાં તમારે કેટલા યૂનિટ્સ જોઈએ છે. તમે બલ્ક ઓર્ડરમાં 50 અથવા તેનાથી વધારે હેન્ડસેટ માટે ઓર્ડર આપી શકો છો. 24 ઓગસ્ટથી ફોન ખરીદવાની ઈચ્છા રાખનાર લોકો MyJioApp અથવા જિઓ સ્ટોર પર ફોનનું બુકિંગ કરાવી શકે છે.
એકથી વધારે ફોન બુક કરવા માટે તમારે બિઝનેસ ઓપ્શન સિલેક્ટ કરવો પડશે, આમાં જેના નામથી ફોન લેવો છે તેનું નામ, કંપનીનું નામ, પીન નંબર, ઇમેલ આઇડી, મોબાઇલ નંબર અને કેટલા ફોન લેવા માગો છે તે, આ બધી ડિટેલ ભરવી પડશે. આ બધી ડિટેલ ભર્યા પછી સબમીટ પર ક્લિક કરવું પડશે, ત્યારપછી તમારું રજિસ્ટ્રેશન થઇ જશે.
નવી દિલ્હીઃ જિઓ 4જી ફીચર ફોન લેવા માટે લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફોન લેવા માટે તમારે માત્ર 1500 રૂપિયા ડિપોઝિટ જમા કરાવવી પડશે. એક વખત રજિસ્ટ્રેશન કરવા પર માત્ર એક જ ફોન મળશે પરંતુ કેટલાક લોકો એકથી વધારે ફોન લેવા માગતા હોય તો તેના માટે પ્રોસેસ થોડી અલગ છે. ફોનનું પ્રી-બુકિંગ 24 ઓગસ્ટથી શરૂ થઇ જશે, જ્યારે ડિલીવરી સપ્ટેમ્બરમાં શરૂ થશે. જોકે આનું રજિસ્ટ્રેશન અત્યારે ચાલી રહ્યું છે. અહીં અમે બતાવી રહ્યાં છીએ jioના એકથી વધારે ફોન બુક કરવાની પ્રૉસેસ.
આ માટે તમે જિઓની સાઇટ પર જશો તો કીપ મી પૉસ્ટેડ લખેલું આવશે, ત્યારબાદ તેના પર ક્લિક કરશો તો એક રજિસ્ટ્રેશન ફોર્મ ખુલશે. ફોર્મમાં બે ઓપ્શન આપવામાં આવેલા છે. એક પર્સનલ માટે અને બીજો બિઝનેસ માટે.
જિઓના ફિચર ફોનની 15 ઓગસ્ટથી ટેસ્ટિંગ શરૂ થઇ જશે, આ ફોનના પ્રી-બુકિંગનું www.jio.com પર રજિસ્ટ્રેશન ચાલી રહ્યું છે. જેને માત્ર એક ફોન બુક કરવો છે તેને કંપનીની સાઇટ પર પોતાનું નામ, ઇમેલ આઇડી, ફોન નંબર અને પીન નંબરની માહિતી આપવી પડશે. એકથી વધારે ફોન બુક કરવા હોય તો તેની પ્રૉસેસ અલગ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -