JIO ફોનની ડિલિવરી આજથી શરૂ, અહીંયા રહેતા લોકોને મળશે પહેલા, જાણો
નવી દિલ્લી: રિલાયંસ જિયોના જિયોફોનના પ્રીબુકિંગ બાદ ગ્રાહકોમાં તેની ડિલીવરીને લઈને ઘણો ઉત્સાહ છે. એવામાં રિલાયંસ જિયોના ગ્રાહકો માટે સારા સમાચાર આવ્યા છે, કારણ કે એક રિપોર્ટ્સ મુજબ કંપનીએ આજેજ એટલે કે રવિવારથી તેની ડિલીવરી શરૂ કરવા જઈ રહ્યું છે. કંપનીએ 15 દિવસમાં 60 લાખ ફોન પોતાના ગ્રાહકો સુધી પહોંચાડવાનું લક્ષ્ય લઈને ચાલી રહી છે જેમણે તેની પ્રી-બુકિંગ કરાવ્યું હતું.
ઉલ્લેખનિય છે કે જિયોફોનનું બુકિંગ 26 ઓગસ્ટના શરૂ કરવામાં આવી હતી અને સુત્રોનું કહેવું છે કે પ્રથમ ત્રણ દિવસમાં આશરે 60 લાખ ફોનનું બુકિંગ થયું છે. જિયોફોનનું પ્રી-બુકિંગ ફરિ ક્યારે શરૂ થશે તેના વિશે સુત્રોએ કઈ પણ કહેવાનો ઈનકાર કર્યો હતો.
કંપનીએ જાણકારી આપી છે કે કંપની પહેલા આ ફોન ગામડાના ગ્રાહકોને ઉપલબ્ધ કરાવશે. સુત્રોનું કહેવું છે કે પ્રથમ વારમાં 60 લાખ ફોન મોકલવાનું કામ 10-15 દિવસમાં પૂર્ણ કરી લેશે.