સેમસંગે Galaxy S8 અને Galaxy S8 Plusની કિંમતમાં કર્યો ધરખમ ઘટાડો, જાણો વિગત
ભારતમાં Samsung Galaxy Note 8 સ્માર્ટફોન 67,900 રૂ.માં મળશે. હાલ 64 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ માર્કેટમાં ઉપલબ્ધ છે. આ ફોન મેપલ ગોલ્ડ અને મિડનાઇટ બ્લેક રંગમાં મળી રહ્યો છે. કંપનીએ જણાવ્યું છે કે એચડીએફસી બેંકના કાર્ડનો વપરાશ કરનાર ગ્રાહકોને 4000 રૂપિયાનું કેશબેક મળશે.
જોકે, ગેલેક્સી એસ8+ ના 6 જીબી રેમ વેરિઅન્ટની કિંમત બે વાર ઓછી થઇ છે. એકવાર 4000 અને બીજી વાર 5000 રૂ.નો ઘટાડો થયો હતો. તહેવાર પહેલા આ બન્ને ફોનની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. બીજી તરફ ભારતમાં ગત અઠવાડિયે લોન્ચ કરવામાં આવેલો Samsung Galaxy Note 8 પણ 21 સપ્ટેમ્બરના રોજ ઉપલબ્ધ થશે. હાલ ગ્રાહક ગેલેક્સી નોટ 8નું પ્રી બુકિંગ કરાવી રહ્યાં છે.
આ ઉપરાંત Samsung Galaxy S8+ના 6 GB રેમ અને 128 GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 1000 રૂપિયા ઓછી કરવામાં આવી છે. હવે આ વેરિઅન્ટ 64,900 રૂપિયામાં મળશે. એપ્રિલ મહિનામાં લોન્ચ થયા પછી Samsung Galaxy S8 (64 અને 128 GB) અને GalaxyS8+ (64 GB)ની કિંમતમાં આ સૌથી મોટો ઘટાડો છે.
કિંમતમાં ઘટાડા બાદ આ મોડેલની કિંમત ક્રમશઃ 53,990 અને 60,990 રૂપિયા થઇ છે. જોકે, કંપનીની નવી કિંમતો ઓફિશિયલ ઓનલાઇન સ્ટોર પર જોવા મળતી નથી.
દક્ષિણ કોરિયાની દિગ્ગજ મોબાઈલ કંપની સેમસંગ દ્વારા હાલમાં બે નવા ફ્લેગશિપ સ્માર્ટપોન ગેલેક્સી એસ8 અને ગેલેક્સી એસ8 પ્લસ લોન્ચ કરવામાં આવ્યા હતા. હવે કંપનીએ પોતાના આ ફ્લેગશિપ ડિવાઈસ એ8 અને એસ8 પ્લસ સ્માર્ટફોનની કિંમતમાં નવરાત્રી પહેલા 4,000 રૂપિયાનો ઘટાડો કર્યો છે.