રેડમી નોટ 5, રેડમી નોટ 5 પ્રો ખરીદવા પર રિલાયન્સ જિઓ આપશે બે ગણો ડેટા, જાણો ઓફર
આ સિવાય રેડમી નોટ 5 અને રેડમી નોટ 5 ગ્રાહકો માટે જિયો ડબલ ડેટા ઓફર પણ આપવામાં આવી રહી છે. જિયો સબ્સક્રાઇબર્સને 198 રૂપિયા કે તેનાથી વધુના રિચાર્જ પર ડબલ ડેટા પણ મળશે. આ ઓફર શરૂઆતનાં ત્રણ રિચાર્જ કરાવવા પર મળશે. આ ઓફર અંતર્ગત વધુમાં વધુ 4.5 ટીબી ડેટાનો ફાયદો મળી શકે છે. 9,999 રૂપિયાના પ્લાનમાં 750 જીબી ડેટા મળે છે અને આવાં ત્રણ રિચાર્જ કરાવવા પર 4.5 ટીબી ડેટા મળી શકે છે.
2,220 રૂપિયાની કેશબેક ઓફર અંતર્ગત રેડમી નોટ 5 અને રેડમી નોટ 5 પ્રો ગ્રાહકોને, રિલાયન્સ જિયો ગ્રાહકોને 50 રૂપિયાની કિંમતનાં 44 કેશબેક વાઉચર મળશે. સ્કીમનો ફાયદો ઉઠાવવા માટે, ગ્રાહકોને 198 રૂપિયા કે 299 રૂપિયાનું પહેલું રિચાર્જ કરવાનું રહેશે. ત્યાર બાદ આ બંને રિચાર્જમાંથી કોઈ પણ માટે કેશબેક વાઉચરનો ઉપયોગ કરી શકાય છે. આ ઓફર માયજિયો એપથી રિચાર્જ કરાવવા પર ઉપલબ્ધ હશે.
જિયોની ‘#GiveMe5 Offer’ અંતર્ગત સ્માર્ટફોન ખરીદદારોને કેશબેક વાઉચર આપવામાં આવશે, જેનો જિયો રિચાર્જ માટે ઉપયોગ કરવામાં આવી શકે છે. યુઝર ડબલ ડેટા ઓફર અંતર્ગત 4.5 ટીબી સુધી 4G જિયો ડેટાનો પણ ફાયદો મેળવી શકે છે.
નવી દિલ્હીઃ હાલમાં જ શ્યાઓમીએ પોતાના સ્માર્ટફોન રેડમી નોટ 5 અને રેડમી નોટ 5 પ્રો લોન્ચ કર્યો છે. તેની કિંમત 9999 રૂપિયાથી શરૂ થાય છે. ટૂંકમાં જ આ સ્માર્ટફોનનું વેચાણ ઈ-કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટ પર શરૂ થઈ જશે. જણાવીએ કે આ સ્માર્ટફોન ખરીદવા પર શ્યાઓમી અને રિલાયન્સ જિઓની ભાગીદારીને કારણે યૂઝરને 2200 રૂપિયાનું કેશબેક મળશે.