Jio Phone મોન્સૂન હંગામા ઓફર, જાણો શું થશે ફાયદો
તેમાં 1.2 ગીગાહર્ટ્ઝ ડ્યૂઅલ કોર પ્રોસેસર અને 512 એમબી રેમ છે. તેમાં 2.4 ઇંચ ડિસ્પ્લે અને 4 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવી છે. પોનની સ્ટોરેજ 128 જીબી સુધી માઈક્રોએસડી કાર્ડ દ્વારા વધારી શકાય છે. આ ફોનમાં 2000 એમએએચ બેટરી છે અને વાઈ ફાઈ સપોર્ટ કરે છે. રિલાયન્સ એજીએમમાં જિઓ ફોનમાં ત્રણ નવી એપ્સ - યૂટ્યૂબ, ફેસબુક અને વ્હોટ્સએપ પણ મળશે. ઈશા અને આકાશ અંબાણીએ વોયસ કમાન્ડ દ્વારા આ એપ્સનો ડેમો પણ આપ્યો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજિઓ મોનસૂન હંગામા ઓફરનો લાભ 21 જુલાઈથી લઈ શકાશે. ગ્રાહકોએ વિતેલા વર્ષે જુલાઈમાં લોન્ચ થયેલ નવો જિઓ ફોન લેવા માટે પોતાનો જૂનો ફીચર ફોન એક્સચેન્જ કરાવવો પડશે. જણાવીએ કે રિલાયન્સનો જિઓ ફોન કાઈઓએસ પર ચાલે છે અને 4જી વીઓએલટીઈ કનેક્ટિવિટીની સાથે આવે છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એમડી મુકેશ અંબાણીએ કહ્યું કે, અમે જિઓ ફોનની ઇફેક્ટિવ કિંમત 1500 રૂપિયાથી ઘટાડીને 501 રૂપિયા કરી છે. નવી મોનસૂન હંગામા ઓફરની સાથે સાથે એજીએમ બેઠકમાં જિઓ ગીગાફાઈબર, જિઓ ફોન 2 અને જિઓ ગીગા ટીવી સહિત અનેક નવા ગેજેટ્સ લોન્ચ કરવામાં આવ્યા છે.
નવી દિલ્હીઃ વાર્ષિક સાધારાણ સભામાં ગુરુવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે જિઓ ફોન મોન્સૂન હંગામા ઓફરની જાહેરાત કરી છે. જિઓ ફોન મોન્સૂન હંગામા ઓફરની શરૂઆત 21 જુલાઈથી થશે. આ ઓફર અંતર્ગત હાલના ફીચર ફોન યૂઝર્સ એક્સચેન્જ ઓફર અંતર્ગત નવો જિઓ ફોન 2 લઈ શકે છે. તેમાં ગ્રાહકોએ 501 રૂપિયા અને જૂનો ફોન આપવાનો રહેશે અને નવો જિઓ ફોન મળી જશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -