વેલેન્ટાઈન્સ ડે પર ગ્રાહકોને Jioની ગિફ્ટ, હવે ફોન પર પણ ચાલશે આ એપ....
ફેસબુક મોબાઈલ પાર્ટનરશિપ્સના વાઈસ પ્રેસિડેન્ટ ફ્રાન્સિસ્કો વેરેલાએ કહ્યું, અમે Jio સાથે પાર્ટનરશીપ કરીને ઉત્સાહિત છીએ અને લાખો લોકોને જિયો ફોન દ્વારા ફેસબુકો એક્સેસ આપવામાં આવશે. જિયો જેવા પાર્ટનર સાથે કામ કરીને અમે નક્કી કરવા ઈચ્છીએ છીએ કે બધાને એકબીજા સાથે કનેક્ટેડ રહેવાની તક મળવી જોઈએ.
આ મામલે કંપનીએ સ્પષ્ટતા કરી છે કે કાલથી એટલે કે 14મી ફેબ્રુઆરીથી જિયોફોન પર ફેસબુક ઉપલબ્ધ થઈ જશે. ફેસબુક એપનું નવું વર્જન ખાસ જિયો ‘Kai’ ઓએસ માટે બનાવાયું છે. તેનાથી ફેસબુક ભારતમાં 50 કરોડ ફીચર ફોન યુઝર્સ માટે ઉપલબ્ધ થઈ જશે. નવી ફેસબુક એપ યુઝર્સને લોકો સાથે કનેસક્ટ કરવામાં, વીડિયો, લિંક્સઅને એક્સટર્નલ કન્ટેન્ટનો એક્સેસ આપશે. તેમાં ફેસબુકના સૌથી પોપ્યુલર ફીચર્સ જેવા કે ન્યૂઝ ફીડ અને ફોટોઝ પણ ઉપલબ્ધ હશે.
એક રિપોર્ટ મુજબ જિયો વોટ્સએપ સાથે પણ વાતચીત કરી રહ્યું છે જેથી જિયો ફોન માટે એક ડેટિકેટેડ વોટ્સએપ એપ તૈયાર કરી શકાય. જોકે હવે ફેસબુક જિયો ફોન માટે આવી ગયું છે તેથી બની શકે કે જિયો ફોનમાં તમને વોટ્સએપનો સપોર્ટ પણ જલ્દી જ મળી જાય.
નવી દિલ્હીઃ હવે જિઓ ફોન પર પણ સોશિયલ મડીયા એફ ફેસબુકનો ઉપયોગ કરી શકાશે. જિઓફોન એ રિલાયન્સ રિટેલનો સ્માર્ટ ફીચર ફોન છે. રિલાયન્સ જિઓનું કહેવું છે કે તેના ગ્રાહકો બુધવારથી જિઓ એપસ્ટોરથી ફેસબુક એપ ડાઉનલોડ કરી શકશે. ફેસબુક એપનું નવું એડિશન ખાસ જિઓ જેવા અનેક ઓસ (ઓપરેટિંગ સિસ્ટમ) માટે બનાવવામાં આવ્યું છે. તેમાં નોટિફિકેશન, વીડિયો અને એક્સટરનલ કન્ટેન્ટ લિંક સપોર્ટ જેવા ફીચર સાલ હશે.