હવે Jio કરશે આ મોટો ધમાકો, શરૂઆતમાં જ તમને આપશે 300GB ડેટા ફ્રી
ટેલિકૉમટૉકના રિપોર્ટ અનુસાર, આ સર્વિસની લૉન્ચિંગ તારીખ હજુ સુધી બહાર નથી આવી પણ આ વર્ષના પહેલા ત્રિમાસિકના અંત સુધી લૉન્ચ કરવામાં આવી શકે છે.
અત્યારે JioFiber બ્રૉડબેન્ડ સર્વિસનું ટેસ્ટિંગ દેશમાં લગભગ 10 શહેરોમાં ચાલી રહ્યું છે. કંપની સુરત, મુંબઇ, અમદાવાદ, વડોદરા, દિલ્હી એનસીઆર, હૈદરાબાદ અને જામનગર જેવા શહેરોના કેટલાક વિસ્તારોમાં આ બ્રૉડબેન્ડ સેવાઓનું ટેસ્ટિંગ કરી કરી રહી છે.
ટેસ્ટિંગ દરમિયાન કંપની યૂઝર્સને ત્રણ મહિના માટે પ્રતિ મહિને 100GB ફ્રી ડેટા આપી રહી છે. આ ઓફર જિઓફાઇબર પ્રિવ્યૂ ઓફર અંતર્ગત આપવામાં આવી રહી છે, જોકે સંભાવના છે કે આ ઓફર લંબાઇ પણ શકે છે.
જ્યારે જિઓએ પોતાના આક્રમક કિંમતો વાળા પ્લાન્સ કસ્ટમર્સને આપવાના શરૂ કર્યા ત્યારે તમામ ટેલિકૉમ કંપનીઓને પોતાના રિચાર્જ પ્લાન્સ સસ્તાં કરવા પડ્યાં, આ જ પગલે JioFiber આવ્યા બાદ બ્રૉડબેન્ડ સેક્ટરમાં પણ ક્રાંતિ સંભવ છે. JioFiberમાં કસ્ટમર્સને ઓછી કિંમતમાં હાઇસ્પીડ બ્રૉડબેન્ડ સેવા મળશે, જેમાં ડેટાની સ્પીડ 1Gbps સુધી હશે.
નવી દિલ્હીઃ ટેલિકૉમ સેક્ટરમાં શોર્ટ ટાઇમમાં જ ધૂમ મચાવી દેનારી કંપની રિલાયન્સ જિઓ હવે એક નવા ધમાકાની તૈયારીમાં છે, એટલે કે ઇન્ટરનેટ સેવાઓમાં વર્ષ 2017 પોતાના નામે કરનાર હવે 2018 પણ પોતાના નામે કરવા જઇ રહ્યું છે. જિઓ પોતાની લૉ કૉસ્ટ બ્રૉડબેન્ડ નેટવર્ક સર્વિસ JioFiber લૉન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે.