Jio લાવી રહ્યું છે મેગા પ્લાન, અન્ય ટેલીકોમ ગ્રાહકોને પણ મળશે FREE ઇન્ટરનેટ સર્વિસ!
તેમાં ડેટા અને કોલિંગ લગભગ ફ્રી હશે. આ પ્લાનમાં અગાઉની ફ્રી ઓફર સામે નવી ઓફર એ હશે કે તેમાં ડેટા માટે આશરે રૂ.100 ચાર્જ લેવાશે અને વોઇસ સર્વિસ ફ્રી હશે. જોકે, જિયોની હાલની ઓફર સામે અન્ય ટેલિકોમ કંપનીઓએ વિરોધ ઊઠાવ્યો છે.
રિલાયન્સ જિયો યુઝર્સને 31 માર્ચ 2017 પછી પણ ફ્રી કોલ અને ડેટાની સુવિધા મળી શકે છે. રીપોર્ટસ અનુસાર, જિયો નવા ટેરિફ પ્લાન પર કામ કરી રહી છે. રીપોર્ટ અનુસાર, જિયો એક નવા ટેરિફ પ્લાન પર કામ કરી રહી છે, જે 30 જૂન સુધી વેલિડ હશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, જેમની પાસે રિલાયન્સ જિયોનું સિમ નથી તેઓ પણ ફ્રી વાઇ ફાઇ યુઝ કરી શકશે. તે માટે યુઝરે માત્ર વાઇ ફાઇ સર્વિસ ઓટીપી (વન ટાઇમ પાસવર્ડ) મારફત એક્ટિવિટ કરવી પડશે.
નવા પ્લાનની ખાસિયત એ છે કે તેમાં જિયો કસ્ટમર જ્યારે ફ્રી વાઇ ફાઇ લોકેશન પર પહોંચશે તો તેમનો ફોન ઓટોમેટિક રીતે વાઇ ફાઇ પર શિફ્ટ થઇ જશે. જ્યાં સુધી યુઝર તે લોકેશન પર રહેશે ત્યાં સુધી તેના ફોનનો ડેટા ખર્ચાશે નહિ.
આ યોજના મુજબ માર્કેટ, સ્કૂલ, રેલવે સ્ટેશન, કોલેજ, યુનિવર્સિટી, બસ સ્ટોપ, હોસ્પિટલ, મેટ્રો સ્ટેશન, શોપિંગ મોલ જેવા લોકેશન પર વાઇ ફાઇ સ્પોટ લગાવવામાં આવશે. તે અનુસાર 10 લાખ લોકેશન પર આ સુવિધા આપવામાં આવશે.
બનાવશે 10 લાખ ફ્રી વાઇ ફાઇ સ્પોટઃ કંપનીના અધિકારીના જણાવ્યા અનુસાર, તેમની યોજના દેશભરમાં 10 લાખ લોકેશન પર વાઇ ફાઇ સ્પોટ લગાવવાની છે. જે સંપૂર્ણ રીતે ફ્રી હશે. તેનો ઉપયોગ રિલાયન્સ જિયોના યુઝર્સ ઉપરાંત અન્ય કંપનીઓના યુઝર્સ પણ કરી શકશે.
નવી દિલ્હીઃ Reliance Jioની હવે પોતાના ગ્રાહકો માટે દેશભરમાં 10 લાખ લોકેશન પર વાઈ-ફાઈ સ્પોટ લગાવવાની યોચના છે. મીડિયા અહેવાલ અનુસાર જિઓ વાઈ-ફાઈ સ્પોટ દ્વારા પોતાના ગ્રાહકોને ફ્રીમાં ઇન્ટરનેટ ઉપલબ્ધ કરાવશે. સાથે જ અન્ય ટેલીકોમ કંપનીઓના ગ્રાહકો પણ આ લેનાનો ઉપયોગ કરી શકશે. જોકે કંપની તરફથી આ અંગે કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.