MyJio એપમાં નથી Jio Prime અપડેટનો વિકલ્પ, તો આ રીતે મેળવો ફ્રી મેમ્બરશિપ
એક વર્ષની ફ્રી મેમ્બરશિપ મેળવવા માટે માય જિયો એપ્લિકેશન ખોલો આ પછી એપને ફોર્સ ક્લોઝ કરી દો. આમ કર્યા પછી ફોનમાં 15 મિનિટ વીડિયો જુઓ. આમ કરવું જરૂરી છે. આ વીડિયો તે જ નંબરના ડેટાનો ઉપયોગ કરી જુઓ જેની પ્રાઈમ મેમ્બરશિપ વધારવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએપ્લિકેશનમાં એક બેનર જોવા મળશે. જેની પર પ્રાઈમ સબસ્ક્રિપ્શન વધારવાનો મેસેજ ડિસ્પ્લે થશે. આ મેસેજ પર ક્લિક કરશો એટલે તમને એક મેસેજ મળશે કે ઓપરેટર તમારી એક વર્ષની સર્વિસ વધારી રહી છે. જે નંબરની સર્વિસ વધી હશે તે નંબર પણ ડિસ્પ્લે થશે. જે પછી નંબર સિલેક્ટ કરો. આ નંબર સિલેક્ટ કર્યા પછી પ્રોસિડ પર ક્લિક કરતાં થોડા જ કલાકોમાં સર્વિસને વધારવામાં આવશે.
આ વીડિયો જોયા પછી ફરી માય જિયો એપ ખોલો. તે જ નંબર પરથી લોગ ઈન કરો જેની પ્રાઈમ મેમ્બરશિપ વધારવી છે. હવે લોગ ઈન કર્યા પછી માય જિયો એપમાં જિયો પ્રાઈમ મેમ્બરશીપ વધારવાનો ઓપ્શન તમે જોઈ શકશો.
નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓ પ્રાઈમ મેમ્બરશિપ 31 માર્ચે ખત્મ થઈ ગઈ છે. પરંતુ જિઓએ પ્રાઈમ મેમ્બરશિપ આગામી એક વર્ષ માટે ફ્રીમાં આપવાની જાહેરાત કરી છે. જોકે જે જિઓ યૂઝર્સ પાસે પ્રાઈમ મેમ્બરશિપ સબ્સક્રિપ્શન નથી તેણે 99 રૂપિયાનું રિચાર્જ કરાવવાનું રહેશે. ત્યાર તેને આગામી એક વર્ષ માટે આ સેવા ફ્રીમાં મળશે.
જોકે કેટલાક જૂના યુઝર્સને પ્રાઈમ મેમ્બરશિપ ફ્રીમાં મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. યુઝર્સને ‘Get now’ ઓપ્શન નથી મળતો. આ ઓપ્શનથી તમે પ્રાઈમ મેમ્બરશિપ એક વર્ષ માટે અપડેટ કરી શકો છો. જો તમને આ ઓપ્શન ન મળતું હોય તો આગળ વાંચો કેવી રીતે તેનું સમાધાન કરશો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -