Samsungએ ગેલેક્સી S8 અને ગેલેક્સી S8+ની કિંમતમાં કર્યો ધરખમ ઘટાડો, જાણો ફીચર્સ
સેમસંગ ગેલેક્સી S8 અને S8+ 4G LTE, વાઈ-ફાઈ, બ્લૂટૂથ, એનએફસી, જીપીએસ અને યૂએસબી ટાઈપ-સી સપોર્ટ કરે છે. આમાં, તમામ સ્ટાન્ડર્ડ સેન્સર પણ છે. બેક સાઈડ પર ફિંગરપ્રિન્ટ સેન્સર છે. સ્માર્ટફોનમાં ફેશલ રેક્ગનાઈઝેશન અને આઈરિસ સ્કેનર પણ છે.
સેમસંગ ગેલેક્સી8 અને 8+ના ઈન્ડિયા વેરિએન્ટ્સમાં સેમસંગ Exynos 8895 પ્રોસેસર આપવામાં આવ્યા છે. બંનેમાં ડ્યૂઅલ એડ કર્વ્ડ ડિસ્પ્લે લાગેલી છે, જેને કંપનીએ ઈન્ફિનિટી ડિસ્પ્લે નામ આપ્યું છે. તેના પર કૉર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5 પ્રોટેક્શન પણ આપવામાં આવ્યું છે. ગેલેક્સી S8માં 5.8 ઈંચની QHD+ સુપર એમોલેડ ડિસ્પ્લે લાગેલી છે જેનું રિઝોલ્યુશન 1440×2960 પિક્સલ્સ છે. ગેલેક્સી S8+માં 6.2 ઈંચની ડિસ્પ્લે છે જેનું રિઝોલ્યૂશન ગેલેક્સી S8ની ડિસ્પ્લે જેવું જ છે.
બંને ફોન્સના બેકમાં 12 મેગાપિક્સલનો ડ્યૂલ કેમેરા આપવામાં આવ્યો છે. અપર્ચર f//1.27 છે. ફ્રન્ટ કેમેરા 8 મેગાપિક્સલનો છે જેનું અપર્ચર f/1.7 છે. આમાં ઑટોફોકસ પણ છે.
ગેલેક્સી S8માં 3000 mAh બેટરી લાગેલી છે અને S8+માં 3500 mAh બેટરી છે. બંને ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે અને વાયરલેસ ચાર્જિંગ પણ. બંને સ્માર્ટફોન્સની સૌથી મોટી ખાસિયત છે Bixby વર્ચ્યુઅલ અસિસ્ટન્ટ. અત્યારે આ અસિસ્ટન્ટ વૉઈસ ફંક્શનાલિટી સપોર્ટ નહીં કરે. આના દ્વારા બિકસ્બી વિઝન, હોમ અને રિમાઈન્ડર ફીચર્સ એક્સેસ કરી શકાય છે.
ઉપરાંત 128GB વેરિએન્ટની કિંમત હવે 64,900 રૂપિયા થઈ ગઈ છે. સાઉથ કોરિયન કંપનીએ ફેબ્રુઆરીમાં ગેલેક્સી એસ8 અને 8+ સ્માર્ટફોન્સ માટે એન્ડ્રોયડ ઓરિયો અપડેટ રજૂ કર્યું હતું. આની સાથે જ સિક્યોરિટી પેચ પણ રજૂ કર્યું હતું.
ફોનના પ્રોસેસરમાં એક 2.35 GHzનું ક્વૉડ કૉર મોડ્યૂલ લાગેલું છે અને એક 1.9 GHz ક્લૉડ-કોર મોડ્યૂલ લાગેલું છે. બંને સ્માર્ટફોન્સમાં 4 GB રેમ આપવામાં આવી છે.
નવી દિલ્હીઃ જો તમે પણ સેમસંગના સ્માર્ટફોન ખરીદવા માગો છો તો તમારા માટે સારા સમાચાર છે. સેમસંગે પોતાના ફ્લેગશિપ સેમસંગ ગેલેક્સી એસ8 અને એસ8 પ્રસની કિંમતમાં ઘટાડો કર્યો છે. ઘટાડા બાદ એસ8ના 64 જીબી વેરિયન્ટની કિંમત 49990 રૂપિયા અને એસ8 પ્લસના 64 જીબી વેરિયન્ટની કિંમત 53990 રૂપિયા થઈ ગઈ છે. જોકે સેમસંગે તેની સત્તાવાર જાહેરાત કરી નથી. તેની જાણકારી મુંબઈના જાણીતા રિટેલર મહેશ ટેલીકોમે ટ્વિટ કરીને આપી છે. લોન્ચિંગ સમયે ગેલેક્સી એસ8ની કિંમત 57990 રૂપિયા હતી.