WhatsApp માં આવશે આ નવું ફિચર, નંબર બદલવા માટે નહીં કરવી પડે વધારાની ઝંઝટ
હાલમાં, વૉટ્સએપના 1.5 અરબ એક્ટિવ મન્થલી યૂઝર્સ છે, જે પ્રતિદિવસ 60 અરબ મેસેજ એક્સચેન્જ કરે છે. ભારતમાં વૉટ્સએપના બે કરોડ યૂઝર્સ છે.
વેબસાઇટ અનુસાર, માઇગ્રેશન બાદ તમારા દ્વારા સિલેક્ટ કરવામાં આવેલા નંબરો ફોનમાં જુની ચેટ સાથે બધા મેસેજ નવા નંબરના ચેટ બૉક્સમાં એક બબલ દેખાવવા લાગશે. આનાથી ખબર પડી જશે કે યૂઝરની પાસે નવો નંબર આવી ગયો છે.
આમાં માંગવામાં આવેલા જુના અને નવા મોબાઇલ નંબર ભરવાની પ્રૉસેસ બાદ, તમને પુછવામાં આવશે કે તમે તમારા ફોનમાં અવેલેબલ વૉટ્સએપ નંબરમાંથી કોને આ નોટિફિકેશન મોકલવા માંગો છો.
હવે યૂઝર્સ એ પણ સિલેક્ટ કરી શકે છે કે થોડાક કે બધા કૉન્ટેક્ટ્સને નોટિફિકેશન આપવાનું છે. નોટિફિકેશન માટે યૂઝર્સ તે મોબાઇલ નંબરોનં પણ સિલેક્ટ કરી શકે છે, જેની સાથે તે ચેટ કરી ચૂક્યા છે. આ માટે યૂઝર્સને વૉટ્સએપ સેટિંગમાં જઇને એકાઉન્ટના ઓપ્શનમાં જઇને ચેન્જ નંબર ઓપ્શન સિલેક્ટ કરવો પડશે..
વૉટ્સએપના નવા ફિચર્સ પર વૉચ રાખનારી એક વેબસાઇટ WABetaInfo એ ટ્વીટ કર્યું, 'આમાં જુના નંબર 'ચેન્જ નંબર' ફિચરમાં કેટલાય સુધારા કરવામાં આવ્યા છે. આમાં ખાસ મોબાઇલ નંબરોને સૂચિત કરવાની સુવિધા મળશે અને ચેટ હિસ્ટ્રી તેમના ફોનની નવી ચેટમાં અવેલેબલ થઇ જશે, સાથે આમાં ડુપ્લિકેટ ચેટનો પ્રૉબ્લમ પણ સૉલ્વ થઇ જશે.'
નવી દિલ્હીઃ વૉટ્સએપે બીટા અપડેટમાં એક નવું ફિચર રિલીઝ કર્યું છે, જેની મદદથી ios, એન્ડ્રોઇડ અને વિન્ડોઝ યૂઝર્સ જલ્દી કોઇપણ જાતની ઝંઝટ વિના પોતાનો ડેટા એક નવા નંબર પર ટ્રાન્સફ કરી શકશે. નવું 'ચેન્જ નંબર' ફિચર અત્યારે ગૂગલ પ્લે સ્ટૉર પર 2.18.97 એન્ડ્રોઇડ બીટા અપડેટની સાથે અવેલેબલ છે.