સેમસંગ લૉન્ચ કરશે આ બે ધાંસૂ ફોન, iPhone Xથી પણ પાવરફૂલ હશે આ ફિચર
iPhone Xની જેમ આ વખતે સેમસંગ પણ ફેશિયલ રિકૉગ્નીશન ફિચર આપી શકે છે. રિપોર્ટ્સ અનુસાર આ વખતે કંપની iPhone Xથી પણ વધુ સિક્યૉર અને સટીક ફેશિયલ રિકૉગ્નીશન આપવાની તૈયારીમાં છે કેમકે પહેલા પણ ફેશિયલ રિકૉગ્નીશન પોતાના સ્માર્ટફોન્સમાં આપ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppGalaxy S9 અને S9 Plus બેઝલ લેસ ડિસ્પ્લે વાળા સ્માર્ટફોન્સ હશે અને S8થી મેચ થતા હશે. પહેલાની જેમ કર્વ્ડ ડિસ્પ્લે પણ મળશે. S9 Plusના કેમેરા મૉડ્યૂલ ડ્યૂલ છે અને આ વર્ટિકલ છે. કલર ઓપ્શન વિશે ઇવાન બ્લાસે જણાવ્યું કે, S9 મિડનાઇટ બ્લેક, લિલૈક પર્પલ, ટાઇટેનિયમ ગ્રે અને કોરલ બ્લૂમાં આ અવેલેબલ થશે.
સેમસંગે પણ ટીઝર વીડિયો પૉસ્ટ કર્યો છે જે સ્લૉ મૉશનમાં છે. બેસ્ટ કેમેરા કંપનીનો ફ્લેગશિપની ખાસિયત રહી છે અને આ વખતે પણ શાનદાર કેમેરાની સાથે આ ફોન આવી શકે છે.
Galaxy S9 અને S9 Plusમાં ક્વાલકૉમનું લેટેસ્ટ પ્રૉસેસર Snapdragon 845 પ્રૉસેસર આપવામાં આવશે, એટલે સૌથી પહેલા આ પ્રૉસેસર આ જ સ્માર્ટફોન આપવામાં આવશે. રેમ આ વખતે પણ 4GB જ રહેવાની સંભાવના છે. મેમરી 64GB અને 128GB આપવામાં આવી શકે છે. જોકે કેટલાક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે S9+માં 6GB રેમ અને 128GB ઇન્ટરનલ મેમરી આપવામાં આવી શકે છે.
ડિસ્પ્લેના મામલે સેમસંગ છેલ્લા બે વર્ષોમાં ખુબ સારું કરી રહી છે, કેમકે કંપની ઓલેડ પેનલ યૂઝ કરે છે. આ વખતે બન્ને ફ્લેગશિપ સ્માર્ટફોન્સમાં ઓલેડ પેનલ આપવામાં આવશે. Galaxy S9ની ડિસ્પ્લે 5.8 ઇંચની હશે જ્યારે Galaxy S9+ 6.2 ઇંચની હશે.
સ્માર્ટફોન લૉન્ચ પહેલા તેના ફોટોઝ અને ડિટેલ્સ લીક કરનારા બ્લૉગર ઇવાન બ્લાસે આ બન્ને ફોનની તસવીરો જેને કથિત કહી શકાય. ટ્વીટર પર શેર કરી છે. આને જોઇને એવું નથી લાગતું કે કંપનીએ કંઇ ફેરફાર કર્યો હોય પણ ડિઝાઇનમાં ચેન્જ દેખાય છે.
નવી દિલ્હીઃ આગામી વીકે ટેકનોલૉજીની સૌથી મોટી ઇવેન્ટ મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ શરૂ થવા જઇ રહી છે. આ ઇવેન્ટમાં સેમસંગની સૌથી મોટી ઇવેન્ટ Unpacked પણ થશે, આમાં સેમસંગ પોતાનો આ વર્ષનો સૌથી બેસ્ટ ફ્લેગશિપ સ્માર્ટફોન્સ એટલે Galaxy S9 અને Galaxy S9 Plus લૉન્ચ કરશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -