Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
લીક થયા Moto G6ના ફીચર્સ, જાણો કેવો હશે આ બજેટ ફોન
માહિતી મુજબ મોટો જી6 પ્લસમાં ક્વાલકૉમ સ્નેપડ્રોગન 630 પ્રોસેસર આપવામાં આવ્યું હશે. આ ફોનમાં 6 જીબીની રેમ આપવામાં આવી હશે. ઉપરાંત ત્રણેય સ્માર્ટફોનમાં રિયર (પાછળની સાઇડ) પર ફિંગરપ્રિંટ સેંસર આપવામાં આવ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગત મહિનાના એક રિપોર્ટમાં છાપવામાં આવેલી તસવીર પરથી માલુમ પડ્યું હતું કે આ તમામ ફોનની ડિઝાઇન એક સરખી જ હશે. મોટો જી6 પ્લેમાં 5.7 ઇંચની HD 720×1280 પિક્સલ્સ ડિસ્પ્લે, જી6માં 5.7 ઇંચ ફુલ એચડી 1080×2160 પિક્સલ્સ ડિસ્પ્લે અને જી6 પ્લસમાં 5.93 ઇંચ ફુલ એચડી 1080×2160 પિક્સલ્સ ડિસ્પ્લે આપવામાં આવી હશે.
તસવીર પર નજર કરીએં તો જી6 સિરીઝમાં રિયર ડ્યુઅલ કેમેરા સેટઅપ દેખાઇ રહ્યું છે. જો કે મોટોરોલા જી6 પ્લસમાં પણ 2 રિયર કેમેરા હોઇ શકે છે, કેમ કે મોટો જી6ની સરખામણીએ જી6 પ્લસ વધુ પ્રીમિયમ હશે. લીક મુજબ મોટો જી6માં એનએફસી ચીપ પણ આપવામાં આવશે.
ટ્વિટર યૂઝર યાતિમ (@HeyAndir)એ બુધવારે પોતાના ટ્વિટર હેન્ડલ પરથી મોટો જી6 સિરીઝ ફોનના સ્પેસિફિકેશન્સ તથા તેની તસવીરો શેર કરી હતી. મોટો જી6 સિરીઝમાંથી જી6 પ્લે સૌથી સસ્તો સ્માર્ટફોન હશે. આ ફોનમાં 430 સ્નેપડ્રેગન પ્રોસેસર આપવામાં આપવામાં આવી છે તથા 4000mAhની બેટરી હશે. મોટો 6જીમાં ક્વાલકૉમ સ્નેપડ્રેગન 450 પ્રોસેસર અને 3000mAhની બેટરી આપવામાં આવી હશે. જ્યારે મોટો જી6 પ્લેસમાં 3250mAhની બેટરી આપવામાં આવી હશે.
નવી દિલ્હીઃ મોટોરોલાના અપકમિંગ સ્માર્ટફોન Moto G6ને લઈના ફીચર્લ હાલમાં જ લીક થયા હતા. લીકમાં સામે આવ્યું હતું કે તમામ ડિવાઈસ 18:9 અસ્પેક્ટ રેશિયોની સાથે આવશે. જ્યારે આ સ્માર્ટફોન HTML5test ડેટાબેસ પર આવ્યો છે, જેમાં એ વાતની જાણકારી મળી છે કે આસ્પેક્ટ રેશિયોની સાથે આવશે.
મોટોરોલા દર વર્ષે પોતાના સ્માર્ટફોનને અપગ્રેડ કરે છે. તે અંતર્ગત Moto G6 Play, Moto G6 અને Moto G6 Plusને લૉન્ચ કરવામાં આવશે. આ ફોનની કિંમત ક્રમશઃ 12,000, 15,000 અને 17,000 રૂપિયા હશે. 20 જૂન 2018 પહેલાં મોટો જી6 સિરીઝના સ્માર્ટફોન લૉન્ચ થઇ શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -