Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
હવે આ Jio યૂઝર્સે આપવી પડશે સિક્યૂરિટી મની, જાણો શું છે નવી શરતો
ઉપરાંત જો તમે તમારા પોસ્ટપેઈડ કનેક્શનને પ્રીપેઈડ કનેક્શનમાં કનવર્ટ કરાવવા માગતો હોય તો પણ તમારે કંપનીના સ્ટોર પર જઈને તે કરાવવું પડશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ 31 માર્ચે રિલાયન્સ જિઓની ફ્રી સર્વિસ પૂરી થાય તે પહેલા જ કંપનીએ લોકોને બિગ સરપ્રાઈસ આપી દીધી છે. કંપનીએ પ્રાઈમ મેમ્બરશિપના સમયમાં 15 દિવસનો વધારો કર્યો છે. હવે યૂઝર્સ 15 એપ્રિલ સુધી પ્રાઈમ મેમ્બરશિપ લઈ શકે છે. સાથે સાથે કંપનીએ સમર સરપ્રાઈસ ઓફર પણ રજૂ કરી છે જેમાં 99 રૂપિયાની પ્રાઈમ મેમ્બરશિપ લેવાની સાથે સાથે 303 રૂપિયાનું રિચાર્જ કરાવવા પર આવતા ત્રણ મહિના સુધી ફ્રી સેવાનો લાભ લઈ શકશો. એટલે કે હવે પછી આગામી 1 જુલાઈએ ફરી રિચાર્જ કરવું પડશે ત્યાં સુધી ફ્રી સર્વિસનો લાભ લઈ શકો છો.
પોસ્ટપેઈડ યૂઝર MyJio એપ પર જઈને પોતાનું બિલ ચેક અને જમા કરાવી શકશે. જો તમે તમારું જિઓ પોસ્ટપેઈડ સિમ બંધ કરાવવા માગતા હોય તો કંપનીના સ્ટોર પર જઈને બંધ કરાવવું પડશે.
આમ યૂઝર્સે 303 રૂપિયાના બિલ પર ઓછામાં ઓછા 45 રૂપિયા (સર્વિસ ટેક્સ) પેટે વધારે ચૂકવવા પડશે.
જિઓના નવા અને જૂના બન્ને યૂઝર્સે સિક્યૂરિટી મની જમા કરાવવી પડશે. ઉપરાંત રેક બિલ પર સર્વિસ ટેક્સ પણ અલગથી લાગશે. હાલમાં 15 ટકા સર્વિસ ટેક્સ છે જે જીએસટી લાગુ થયા પછી 18 ટકાની આસપાસ થઈ શકે છે.
નવી શરત અનુસાર જો આ સિક્યોરિટી રકમ જમા કરાવવામાં નહીં આવે તો કંપની તમારું સિમ બંધ કરી દેશે.
જોકે પોસ્ટપેઈડ ગ્રાહકો માટે થોડા માઠા સમાચાર છે. કારણ કે કંપનીએ જૂલાઈ પછી પોસ્ટપેઈડ યૂઝર્સ માટે નવી શરતો મૂકી છે. જે અનુસાર હવે યૂઝર્સે પોસ્ટપેઈડ માટે 400 રૂપિયાની સિક્યૂરિટી મની જમા કરાવવી પડશે. જેમાં બિલની સાથે જ 400 રૂપિયાની સિક્યૂરિટી રકમ જમા કરાવવી પડશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -