રીલાયન્સ જીયોમાં 303 રૂપિયા કે વધુનું રીચાર્જ કરાવનારા પ્રાઈમ મેમ્બર્સને મળશે ક્યા આશ્ચર્યજનક ફાયદા ? જાણો વિગતો
જો કોઇ જીયો યુઝર્સ પ્રાઇમ મેમ્બરશીપ રજીસ્ટ્રેશન કરાવશે નહીં અને કોઇ પ્લાન પણ રિચાર્જ કરાવશે નહીં તો 90 દિવસ બાદ કંપની સિમકાર્ડ ડિએક્ટિવેટ કરી દેશે.
નવી દિલ્લીઃ રિલાયન્સ જીયોએ પોતાની પ્રાઇમ મેમ્બરશીપ રજિસ્ટ્રેશનની અંતિમ તારીખ વધારીને 15 એપ્રિલ કરી દીધી છે. આ સાથે કંપનીએ જિયો સમર સરપ્રાઇઝ પ્લાનની જાહેરાત કરી છે. આ ઓફર પ્રમાણે, તમે ત્રણ મહિના સુધી જીયોની ફ્રી સેવાઓનો ફાયદો ઉઠાવી શકશો એટલે કે હવે કંપની તમને જૂલાઇ મહિના સુધી ફ્રી ડેટા આપી રહી છે.
જ્યારે જો તમે જીયોની પ્રાઇમ મેમ્બરશીપ ધરાવતા હશો તો તમને 28 જીબી ડેટા આપવામાં આવશે. જો કોઇ યુઝર્સ 15 એપ્રિલ અગાઉ પ્રાઇમ મેમ્બરશીપ લે છે પરંતુ 303 રૂપિયાનું રિચાર્જ કરાવશે નહીં તો તેને દર મહિને ફ્રી સર્વિસ મેળવવા માટે 303 રૂપિયાનો ખર્ચ કરવો પડશે.
જીયો યુઝર્સ પ્રાઇમ મેમ્બરશીપ લેશે નહીં તો તેને ઓછો ડેટા મળશે. જો પ્રાઇમ મેમ્બરશીપ નહી લીધા બાદ 303 રૂપિયાનું રિચાર્જ કરાવશે તો તેને 2.5 જીબી ડેટા જ મળશે.
જો તમે 15 એપ્રિલ સુધી પ્રાઇમ મેમ્બરશીપ લીધી નહી અથવા કોઇ રિચાર્જ કરાવ્યું નહીં તો તમારા સિમ પર ફક્ત ઇનકમિંગ ચાલુ રહેશે. જીયો સમર સરપ્રાઇઝ ઓફરનો લાભ લેવા માટે યુઝર્સે 303 રૂપિયાનું રિચાર્જ કરાવવું ફરજીયાત છે. તેનાથી ઓછા રિચાર્જ પર કોઇ પણ પ્રકારની ફ્રી સર્વિસ મળશે નહીં.
તે સિવાય 15 એપ્રિલ અગાઉ પ્રાઇમ મેમ્બરશીપ લીધા બાદ યુઝર 303 રૂપિયાનું રિચાર્જ કરાવશે તો તેને ડેઇલી એક જીબી 4જીની સ્પીડે ત્યારબાદ અનલિમિટેડ 3જી સેવા મળશે. જ્યારે 499ના રિચાર્જ પર ડેઇલી 2 જીબી 4જીની સ્પીડે ત્યારબાદ અનલિમિટેડ 3જી સેવા મળશે.
જોકે, ફ્રી ડેટા મેળવવા માટે યુઝર્સે 15 એપ્રિલ સુધી 99 રૂપિયાનું રિચાર્જ કરાવીને મેમ્બરશીપ લેવી પડશે ત્યારબાદ 303 રૂપિયાનું રિચાર્જ કરાવવાનું રહેશે. જો તમે 15 એપ્રિલ પહેલા પ્રાઇમ મેમ્બરશીપ લો છો અને 99 રૂપિયાના રિચાર્જની સાથે 303 રૂપિયાનું રિચાર્જ કરાવો છો તો આગામી ત્રણ મહિના સુધી તમને તદન ફ્રી ડેટા મળશે ત્યારબાદ જૂલાઇમાં તમારા દ્ધારા કરાવાયેલા રિચાર્જ લાગુ થશે.