રિલાયન્સ Jio ટૂંકમાં જ લાવી શકે છે DTH સર્વિસ, લીક થઈ સેટ ટોપ બોક્સની તસવીરો
બીજી અફવા એવી પણ છે કે જિઓ પોતાની ટીવી સર્વિસમાં એક Catch Up નામનું ફિચર રાખશે, તેની મદદથી યૂઝર્સ છેલ્લા સાત દિવસની કન્ટેન્ટને સ્ટ્રીમ કરી શકશે. શરૂઆતમાં કંપની 300 ચેનલ્સની સાથે પોતાની ટીવી સર્વિસ લૉન્ચ કરશે, ત્યારબાદ બીજી ચેનલ્સ પણ એડ કરવામાં આવશે.
વીડિયો સ્ટ્રીમિંગ સર્વિસ Netflixએ પોતાની સર્વિસ ભારતમાં શરૂ કરી દીધી છે, આ ઉપરાંત અમેઝોન પ્રાઇમ અને બીજી મીડિયા સ્ટ્રીમિંગ એપની સાથે Reliance Jio કરાર કરી શકે છે, જોકે આ વિશે કંપનીએ સત્તાવાર રીતે કોઇ પણ જાહેરાત નથી કરી.
નોંધનીય છે કે થોડાક સમય પહેલા જિઓ સેટ ટૉપ બૉક્સના અન્ય ફોટોઝ લીક થયા હતા, જે હાલની લીક થયેલી તસવીરોથી થોડા અલગ દેખાય છે. નવા ફોટોઝમાં એચડીએમઆઇ પોર્ટ, લેન પોર્ટ અને યુએસબી પોર્ટ દેખાઇ રહ્યો છે. એટલે કે આમાં પેન ડ્રાઇવ પણ લગાવી શકાય છે. રિપોર્ટ્સ અનુસાર Jio TV રિલાયન્સ જિઓ ફાઇબર પર કામ કરશે.
રિપોર્ટ્સ અનુસાર, આવનારા સમયમાં Reliance Jio IP આધારિત TV સર્વિસની શરૂઆત કરી શકે છે. આ સેટ ટૉપ બૉક્સના રિમોટમાં માઇક બટન દેખાય છે. જેથી કહી શકાય કે વૉઇસ કમાન્ડ આપવાનો ઓપ્શન આપી શકાય છે.
નવી દિલ્હીઃ પોતાના ફ્રી પ્લાનના જોરે ભારતીય ટેલીકોમ ઉદ્યોગમાં તહેલકો મચાવી ચૂકેલ કંપની રિલાયન્સ જિઓ ટૂંકમાં જ ડાયરેક્ટ ટૂ હોમ (DTH) સર્વિસના ક્ષેત્રમાં ઝંપલાવી શકે છે. હાલમાં જ જિઓ ડીટીએચ સેટ ટોપ બોક્સની કેટલીક તસવીરો ઓનલાઈન લીક થઈ છે.