4G સ્પીડના મામલે Jio નંબર-1 કંપની, એરટેલ અને આઈડિયાની તુલનામાં ડાઉનલોડ સ્પીડ બેગણી
વોડાફોન માટે આ સ્પીડ 5.66 એમબીપીએસ અને બીએસએનલ માટે 2.89 એમબીપીએસ આંકવામાં આવી છે. ડેટા અનુસાર ફેબ્રુઆરીના અંતમાં સરેરાશ ડાઉનલોડ સ્પીડ રિલાયન્સ કોમ્યુનિકેશન્સ માટે 2.67 એમબીપીએસ, ટાટા ડોકોમો માટે 2.67 એમબીપીએસ તથા એરસેલમાં 2.01 એમબીપીએસ આંકવામાં આવી છે.
અન્ય નેટવર્ક માટે સરેરાશ ડાઉનલોડ સ્પીડ ઉપલબ્ધ નથી. ઉલ્લેખનીય છે કે, દેશમાં સૌથી ઝડપી નેટવર્કના દાવાને લઈને જિઓ અને એરટેલની વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે.
જો આ સ્પીડથી ડાઉનલોડની વાત કરવામાં આવે તો એક મૂવી પાંચ મિનિટથી પણ ઓછો સમયમાં ડાઉનલોડ કરી શકા યચે. ડાઉનલોડ સ્પીડની દૃષ્ટિએ પ્રતિસ્પર્ધી આઈડિયા સેલ્યૂલર 9.33 એમબીપીએસની સાથે બીજા અને એરટેલ 7.66 એમબીપીએસની સાથે ત્રીજા સ્થાન પર છે.
ટ્રાઈએ ફેબ્રુઆરી મહિના માટે પોતાના માસિક સરેરાશ મોબાઈલ બ્રોડબેન્ડ સ્પીડ ડેટામાં કહ્યું છે કે, જિઓ નેટવર્કની ડાઉનલોડ સ્પીડ છેલ્લા મહિને ઘટીને 16.48 એમબીપીએસ રહી છે જે જાન્યુઆરીમાં 17.42 એમબીપીએસ હતી. ગયા મહિનેમાં જિઓ સૌથી ઝડપી નેટવર્ક હતું.
નવી દિલ્હીઃ બ્રોડબેન્ડ સ્પીડને લઈને મુખ્ય ટેલીકોમ કંપનીઓમાં ચાલતી ખેંચતાણની વચ્ચે રિલાયન્સ જિઓએ બાજી મારી લીધી છે. ટેલીકોમ નિયામક ટ્રાઈના ડેટા અનુસાર સ્પીડના મામલે રિલાયન્સ જિઓ સૌથી ટોપ પર છે અને તેણે અન્ય કંપનીઓની પાછળ છોડી દીધી છે. ટ્રાઈનું કહેવું છે કે, રિલાયન્સ જિઓની ડેટા ડાઉનલોડ સ્પીડ અન્ય પ્રતિસ્પર્ધી ટેલીકોમ કંપની આઈડિયા સેલ્યૂલર અને એરટેલની તુલનામાં અંદાજે બેગણી છે.