JioFI ખરીદવા પર કંપની આપી રહી છે 100% કેશબેક
કંપની આ 2010 રૂપિયાનું કેશબેક 10 ટોપ અપ વાઉચર દ્વારા આપશે. એટલે કે દરેક વાઉચરની કિંમત 201 રૂપિયા છે. જો તમારી પાસે એક્સેચન્જ કરાવવા માટે ડોંગલ અથવા રાઉટર ન હોય તો ગ્રાહકે માત્ર 994 રૂપિયામાં JioFI ખરીદી શકો છો. એટલે કે ગ્રાહકને JioFI પર માત્ર 1005 રૂપિયાનો ડેટા મળશે. આ ડેટા 201 રૂપિયાના પાંચ વાઉચરમાં મળશે. તેને હપ્તે પણ ખરીદી શકાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઓફરમાં આપવામાં આવેલ શરતો અનુસાર એક્સચેન્જ કરાવ્યા બાદ ગ્રાહકે 1999 રૂપિયા આપીને JioFI ખરીદવાનું રહેશે. તેના બદલામાં કંપની ગ્રાહકને 2010 રૂપિયાની કિંમનતો ડેટા આપશે. એટલે કે રૂપિયા તો તમારે આપવા પડશે, પરંતુ એટલી જ રકમનો ડેટા મળશે.
નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓ એક વખત ફરીથી ચર્ચામાં છા. આ વખતે કંપની સિમ નહીં પરંતુ JioFI રાઉટર પર ઓફર આપી રહ્યું છે. આ એક્સચેન્જ ઓફર અંતર્ગત ગ્રાહકને 100 ટકાસુધી કેશબેક આપવામાં આવેછે. તેને તમે ડેટાબેક પણ કહી શકો છો. કારણ કે તેમાં તમને કેશ નહીં પરંતુ 2010 રૂપિયાનો ડેટા મળશે.
એક્સચેન્જ વગર પણ આ ઓફર છે જેમાં તમને 50 ટકા કેશબેક મળશે. એટલે કે યૂઝર્સને 1005 રૂપિયાનો ડેટા મળશે. જેમ કે જો તમે જૂનું રાઉટર અથવા જૂનું ડોંગલ એક્સચેન્જ કરાવો છો તો JioFI ડિવાઈસ ખરીદવા પર 100 ટકા કેશબેક મળશે. તમને જણાવીએ કે, આ ડિવાઈસ એક હોટસ્પોટ છે જેમાં તમે જિઓનું સિમ લગાવીને વાઈફાઈની જેમ યૂઝ કરી શકો છો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -