મોડીરાત્રે વોટ્સએપ થયું ડાઉન, લોકોએ ટ્વિટર ઉડાવી ખીલ્લી
ઉલ્લેખનીય છે કે, અન્ય મેસેજિંગ એપ્સની સરખામણીએ ઓછા સમય માટે ડાઉન થાય છે. અગાઉ વર્ષ 2015ના સમયે વોટ્સએપ ડાઉન થયું હતું.
ભારતમાં #whatsappdown, #whatsapp, #whatsappnotworking જેવા હૈશટેગ ટ્રેન્ડ કર્યાં હતા. શરુઆતમાં વપરાશર્તાઓને એવું લાગ્યું હતું કે ટાઈમઝોનને કારણે આ સમસ્યા થઈ હશે, પરંતુ બાદમાં આ સમસ્યા વ્યાપક હોવાનું બહાર આવ્યું હતું. કંપનીએ આ અંગે હજુ સુધી કોઈ ઔપચારિક નિવેદન આપ્યું નથી.
ક્રિસ્ટિના નામની યુઝરે ટ્વિટર પર લખ્યું, વોટ્સએપને શું થયું છે? ગેરેન્ટીથી કહું કે લોકોએ મોબાઈલ સ્વિચ ઓન અને ઓફ કર્યાં હશે, એરોપ્લેન મોડ, વાઈફાઈ ચાલુ બંધ કર્યાં હશે. અને પછી ટેક્સ્ટ મેસેજ કરવા લાગ્યા હશે.
અંશિતાસિંહ નામની યુઝરે લખ્યું, વાઈ-ફાઈ ચાલુ બંધ કર્યું, હવે ટ્વિટર પર આવી તો માલૂમ પડ્યું કે વોટ્સએપ ડાઉન છે.
ડાઉન ડિટેક્ટર તથા અન્ય વેબસાઈટ્સના જણાવ્યા પ્રમાણે, વોટ્સએપના કેટલાક સર્વર્સમાં આ ખામી ઊભી થઈ હતી. જેના કારણે પૂર્વ યુરોપ, દક્ષિણ અમેરિકા, સહિત અનેક રાષ્ટ્રોમાં વોટ્સએપ વાપરી શક્યા ન હતા. ભારતમાં પણ કેટલાક યુઝરે ટ્વિટર પર વોટ્સએપ ચાલતું ન હોવાની ફરિયાદ કરી હતી. લોકોએ આ અંગેના કાર્ટુન્સ, મીમીઝ અને મેસેજીસ પણ શેયર કર્યાં હતાં.
નવી દિલ્હીઃ ટેકનીકલ કારણોસર વિશ્વભરમાં વોટ્સએપ બુધવારે મોડીરાત્રે ડાઉન થઈ ગયું હતું. જેના કારણે કરોડો લોકો 7-8 કલાક સુધી આ સર્વિસને ઉપયોગ કરી શક્યા ન હતા. આ મુશ્કેલી, કેનેડા, ભારત અને અમેરિકામાં અનેક જગ્યાએ જોવા મળી હતી. જોકે થોડા જ કલાકમાં વોટ્સએપની સેવા પૂર્વવત થઈ ગઈ હતી.