Jioના ફ્રી 4જી ફીચર ફોનમાં પણ કામ કરશે WhatsApp, જાણો કેવી રીતે
જિઓના ચાહકો માટે બીજી ખુશખબરી એ પણ છે કે જિઓ ફોનમાં ફ્રન્ટ કેમેરો પણ હશે, જેનાથી યૂઝર્સ વીડિયો કૉલિંગની મજા માણી શકશે. લૉન્ચિંગ વખતે કેમેરા ફિચર્સને લઇને પણ અફવાઓ શરૂ થઇ હતી કે ફોનમાં ફ્રન્ટ કેમેરો નહીં હોય. પણ સુત્રોએ આ વાતની સ્પષ્ટતા કરી દીધી છે. આ કેમેરો કેટલા મેગાપિક્સલનો હશે તેના વિશે માહિતી નથી. ફોનના ફોટામાં પણ કેમેરો દેખાઇ રહ્યો છે.
જિઓ અને WhatsApp સાથે મળીને એક સ્પેશ્યલ વર્ઝન તૈયાર કરી રહ્યાં છે, જે જિઓના ફ્રી ફોન પર આસાનીથી કામ કરશે. આ રીતે જિઓ ફોન યૂઝર WhatsAppનો યૂઝ કરી શકશે. જોકે આ હજુ એકદમ ઇનિશિઅલ લેવલ પર છે, જિઓના સુત્રો દ્વારા આની સ્પષ્ટતા કરાઇ છે.
નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓએ વિતેલા મહિને જ સ્માર્ટ ફીચર ફોન લોન્ચ કર્યો હતો. તેનું પ્રી બુકિંગ માટે રજિસ્ટ્રેશન પણ www.jio.com પર શરૂ થઈ ગયું છે. આ અંગે સમાચાર મળી રહ્યા હતા કે આ સ્માર્ટ ફીચર ફોનમાં વ્હોટ્સએપ અને ફેસબુક નહીં ચાલે, પરંતુ હવે એક અહેવાલ સામે આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે, જિઓના સ્માર્ટ ફીચર ફોનમાં વ્હોટ્સએપ માટે જિઓ વ્હોટ્સએપના એન્જિનિયરો સાથે વાતચીત કરી રહ્યું છે.
15 ઓગસ્ટે જિઓ ફોન ટેસ્ટિંગ માટે અવેલેબલ થઇ જશે અને 24 ઓગસ્ટથી તેનું પ્રી બુકિંગ શરૂ થઇ જશે. ફોનના લૉન્ચિંગના સમયે ફોનમાં WhatsApp ના હોવાની ઉડેલી વાતને લઇને લોકો નિરાશ થયા હતા, કેમકે ભારતમાં WhatsApp ખુબ પૉપ્યૂલર છે. જોકે જિઓ ફોનમાં જિઓ ચેટ એપ હશે પણ આનો યૂઝર વર્ગ બહુ ઓછો છે.
જિઓએ રજિસ્ટ્રેશનની પ્રૉસેસ શરૂ કરી દીધી છે, આ માટે તમારે જિઓની ઓફિશિયલ વેબસાઇટ jio.com પર જવું પડશે. અહીં Keep me posted પર ક્લિક કરવાથી એક પેજ ઓપન થશે, જેમાં તમારે પોતાની માહિતી આપવી પડશે. અહીં પર્સનલ અને બિઝનેસના બે ઓપ્શન અવેલેબલ છે.