Whatsappથી કંટાળેલા કચ્છી યુવકે બનાવી ખાસ મેસેન્જર એપ, જાણો તેના ખાસ ફીચર્સ
કચ્છ જીલ્લાના શીવલેખા ગામનો 25 વર્ષીય બહાદૂરસિંહ જાડેજાએ નામી મેસેન્જરોને પછાડતું “ઈન્ડીયન મેસેન્જર” બનાવી આજની ધરાવતી અદ્યતન ટેકનોલોજીને પાછળ મૂકી દીધી છે. અવનવા આકષર્ણ ફિચર્સ જે આજના ચાલી રહેલી નામી મેસેન્જને પણ કયાય પાછળ મૂકી દે તેવા છે.
25 વર્ષીય બહાદૂરસિંહ જાડેજાનું કહેવું છે કે મેં બનાવેવલી મેસેન્જર એપને રાજ્ય સરકાર ધ્યાન આપી તેના વિશે વિચાર કરે તો આ મેસેન્જરનો વિસ્તાર દેશ સાથે વિદેશમાં પણ બહોળો થઈ શકે તેમ છે. તેની સાથે ગુજરાતમાં પણ આ ટેકનોલોજીની સિદ્ધિ સાથે એક વધુ મોરપીંછનો ઉમેરો થઈ શકે છે.
અમદાવાદ: ગુજરાતના કચ્છ જીલ્લાના એક નાનકડા ગામના એન્જિનિયરે વોટ્સએપ મેસેન્જરને ટક્કર આપે તેવું ઈન્ડિયન મેસેન્જર બનાવ્યું છે. ત્યારે એક ભારતીય યુવાનને મેક ઈન ઇન્ડીયાના કોન્સેપ્ટ પરથી ઇન્ડીયન મેસેન્જર કરીને એક એપ્લિકેશન બનાવી છે.
ઈન્ડિયન મેસેન્જરમાં છે આ ખાસ ફિચર્સ: આ મેસેન્જરની વાત કરીએ તો આ મેસેન્જરમાં એકસાથે 1૦ પિક્ચર્સની જગ્યાએ 4૦ પિક્ચર્સ મોકલી શકાય છે. સ્ક્રીનમાં અલગ અલગ થીમનો કોન્સેપ્ટ, અવનવા સ્ટીકર્સ, એક ગ્રુપમાં અનલીમીટેડ મેમ્બર્સને એડ, વિડીયો અને ઓડિયો કોલ, કસ્ટમ પ્રાઈવેસી, ઈનવિઝીબલ મોડ, સાઈન આઉટ, ગ્લોબલ સર્ચ, એકવાર મેસેન્જરમાં મોકલેલા મેસેજમાં ફરીથી સુધારા વધાર કરીને પણ મોકલી શકાય છે. મેસેજને લાઈક પણ કરી શકાય છે. તમે પોતે ક્યાં છો તેની જાણકારી આપતું લોકેશન સેટ જેવું આકષર્ણ ફીચર્સ આ મેસેન્જરમાં જોવા મળે છે. હાલમાં આ મેસેન્જર એપના આશરે 2 લાખથી વધુ યુઝર્સ છે. આ મેસેન્જરને જોતા ઇન્ડીયન મેસેન્જર ખરેખર અન્ય નામી મેસેન્જરને ટક્કર મારે છે.