પ્રી-પેઈડ મોબાઈલ યૂઝર્સનું વેરિફિકેશન કરે સરકાર, સુપ્રીમ કોર્ટે આપ્યો એક વર્ષનો સમય
આ ઉપરાંત ખોટી ઓળખથી મેળવાયેલા સિમ કાર્ડ્સ દ્વારા દેશની સુરક્ષા માટે પણ જોખમ થઈ શકે છે. કોર્ટે આ સાથે એનજીઓ દ્વારા ડીઓટી અને ટ્રાઈ તેમને લખેલા પત્રોનો જવાબ આપે એવો પણ નિર્દેશ આપ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદરમિયાન વધુમાં વધુ મોબાઈલ નંબરોને આધાર નંબર સાથે જોડવામાં આવશે. સુપ્રીમકોર્ટે સોમવારે કેન્દ્રને આદેશ આપ્યો છે. ચીફ જસ્ટિસ જે.એસ. ખેહર અને જસ્ટિસ એન.વી. રમનાની ખંડપીઠે વેરિફિકેશન એક વર્ષમાં પૂરું કરી લેવાનો આદેશ આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે આ મામલે બિનસરકારી સંગઠન લોકનીતિ ફાઉન્ડેશનની જનહિત અરજી પર સુનાવણી કરી હતી. આ અરજીમાં જણાવાયું હતું કે મોબાઈલ ફોન્સનો ઉપયોગ હવે બેન્કિંગના હેતુથી પણ કરવામાં આવી રહ્યો છે અને એ રીતે તેનો વપરાશ પણ વધશે તેથી પણ પ્રીપેઈડ યુઝર્સની ઓળખ અંગે ચકાસણી થવી આવશ્યક છે.
કેન્દ્ર વતી એટર્ની જનરલ મુકુલ રોહતગીએ ટૂંક સમયમાં વેરિફિકેશનની યોજના તૈયાર કરી કામ શરૂ કરી લેવાનું આશ્વાસન આપ્યું છે. શરૂઆતની યોજના મુજબ મોબાઈલ રિચાર્જ કરનારા લોકોના માધ્યમથી વેરિફિકેશન ફોર્મ ભરાવીને ઓળખપત્ર લેવાશે. ઓળખ માટે પ્રાથમિકતા આધારકાર્ડને અપાશે. વેરિફિકેશન ફોર્મ ભરો તો નંબર બંધ થઈ જશે. મામલે એનજીઓ લોકનીતિ ફાઉન્ડેશને અરજી દાખલ કરી છે.
આ કારણે હવે દેશભરનાલગભગ 95 કરોડ પ્રી પેઈડ મોબાઈલ યુઝર્સને નવેસરથી તેમની ઓળખ સાબિત કરવી પડશે. ફેબ્રુઆરી 2016 સુધી દેશમાં કુલ 105 કરોડ મોબાઈલ ફોન યુઝર્સ હતા. તેમાં 90 ટકાથી વધુ પ્રી પેઈડ છે. નકલી IDના આધારે ચાલી રહેલા 5 કરોડથી વધુ પ્રી પેઈડ નંબરોના વેરિફિકેશનની કવાયત વહેલી તકે શરૂ કરાશે.
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યા છે કે, હાલના મોબાઈલ ઉપભોક્તાઓની ઓળખનું વેરિફિકેશન માટે યોગ્ય વ્યવસ્થા એક વર્ષની અંદર શરૂ કરવામાં આવે. કોર્ટે કહ્યું કે, એક વર્ષની અંદર દરેક ફોન ગ્રાહકોને આધાર નંબર સાથે જોડવામાં આવે. કોર્ટે સિમ કાર્ડના દુરુપયોગ રોકવા માટે આ આદેશ આપ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -