આ કંપનીએ રજૂ કર્યો 17 દિવસની બેટરી બેકઅપ સાથે સસ્તો સ્માર્ટફોન, જાણો કિંમત અને ફીચર્સ
જણાવી દઈએ કે લાવાએ કેટલાક સમય પહેલા જ પોતાના Z સીરીઝના ચાર નવા સ્માર્ટફોન્સ લોન્ચ કર્યા હતા. તેમાં Z60, Z70, Z80, અને Z90 શામેલ છે. આ ચારેય સ્માર્ટફોન્સ કંપનીએ નવા મની બેક ઓફર સાથે ભારતમાં લોન્ચ કર્યા છે. આ ડિવાઈસની કિંમત 5,500 રૂપિયા અને 10,120 રૂપિયાની વચ્ચે છે. આ બધા નવા ફોન રિટેલ સ્ટોર અને મોટી ઈ-કોમર્સ વેબસાઈટ પર ઉપલબ્ધ છે. લાવા Z60ની કિંમત 5,500 રૂપિયા છે. Z70ની કિંમત 7999 રૂપિયા છે. Z80ની કિંમત 8750 રૂપિયા છે અને Z90ની કિંમત 10,120 રૂપિયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલાવાની ડિઝાઈન ટીમને ચીનમાં એકવર્ષની વધારે સમય સુધી ટ્રેનિંગ આપવામાં આવી છે. આ ટ્રેનિંગ મિકેનિકલ, હાર્ડવેયર અને સોફ્ટવેર ડિઝાઈનની હતી. લાવા ઈન્ટરનેશનલ લિમિટેડના અઘ્યક્ષ અને નિર્દેશક હરિઓમ રાયે જણાવ્યું કે, ડિઝાઈન ઈન ઈન્ડિયા પહેલ ભારતને મોબાઈલ ફોન મેન્યુફેક્ચરિંગ માટે એક વર્લ્ડ ક્લાસ સેન્ટર બનાવવાની દ્રષ્ટિથી મહત્વપૂર્ણ છે.
આ ફોનની કિંમત પણ ખાસ હશે. તેને માત્ર 1499 રૂપિયામાં ખરીદી શકાય છે. ‘ડિઝાઈન ઈન ઈન્ડિયા’ પહેલ અંતર્ગત બનાવવામાં આવેલો આ લાવાનો પહેલો મોબાઈલ ઓક્ટોબર 2018માં લોન્ચ કરવામાં આવશે. લાવાએ વર્ષ 2016માં નોએડામાં પોતાનું ડિઝાઈન સેન્ટર શરૂ કર્યું હતું. આ સાથે જ કંપનીએ વર્ષ 2021 સુધીમાં લાવા મોબાઈલની સમગ્ર રેન્જની ડિઝાઈનિંગ અને મેન્યુફેક્ચરિંગ ભારતમાં જ કરવાના હેતુથી આગળ વધી રહી છે.
નવી દિલ્હીઃ મોબાઈલ બનાવતી દેશી કંપની લાવાએ પોતાની ડિઝાઈન ઇન ઇન્ડિયા પહેલ અંતર્ગત નવો સ્માર્ટફોન રજૂ કર્યો છે. લાવાનો આ સ્માર્ટફોન prime X છે. આ સ્માર્ટફોનની સૌથી ખાસ વાત એ છે કે તેની બેટરી એક વખત ચાર્જ થવા પર 17 દિવસ સુધી બેકઅપ આપેછે. ઉપરાંત આ ફોનની સાથે 2 વર્ષની રિપ્લેસમેન્ટ વોરન્ટી પણ આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -