શેટરપ્રૂફ સ્ક્રીન અને 128GB મેમરી, ભારતમાં લૉન્ચ થયો મોટોરોલાનો આ ધાંસૂ ફોન
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમોટોરોલાએ દાવો કર્યો છે કે સ્ક્રીન તૂટવાની ત્રણ વર્ષની ગેરંટી આપવામાં આવી છે, જો નીચે પડીને સ્ક્રીન તૂટશે તો નવી લગાવવામાં આવશે.
કનેક્ટિવિટી માટે આમાં વાઇ-ફાઇ, બ્લૂટૂથ 4.2, જીપીએસ અને 4G LTE જેવા સ્ટાન્ડર્ડ ફિચર્સ આપવામાં આવ્યા છે. આની બેટરી 2,730mAhની છે.
Moto Z2 Force એન્ડ્રોઇડનું લેટેસ્ટ વર્ઝન Oreo આપવામાં આવ્યું છે. ફોટોગ્રાફી માટે આમાં 12 મેગાપિક્સલનો રિયર કેમેરો આપવામાં આવ્યો છે, જેમાં ફેસ ડિટેક્શન ઓટો ફોક, લેઝર ઓટો ફોકસ અને ડ્યૂલ એલઇડી ફ્લેશ આપવામાં આવી છે. સેલ્ફી માટે આમાં 5 મેગાપિક્સલનું સેન્સર આપવામાં આવ્યું છે.
Moto Z2 Forceમાં 5.5 ઇંચની ક્વાડ એચડી ડિસ્પ્લે આપવામાં આવી છે અને ના તૂટવાવાળી ડિસ્પ્લે પેનલ લગાવવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં ક્વાલકૉમ સ્નેપડ્રેગન 835 પ્રૉસેસર આપવામાં આવ્યું છે. આના બે વેરિએન્ટ છે જેમાં એકમાં 4GB રેમની સાથે 64GBની ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે, જ્યારે બીજા વેરિએન્ટમાં 6GB રેમની સાથે 128GB ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. તમે માઇક્રો એસડી કાર્ડથી આને વધારી શકો છો.
આ સ્માર્ટફોનમાં વૉટર રેપલેન્ટ નૈનો કૉટિંગ આપવામાં આવ્યું છે જેનાથી જો પાણીના છાંટા પણ પડી જાય તો કોઇ પ્રૉબ્લમ નથી થતો. બેસ્ટ ગ્રાફિક્સ માટે આમાં Adreno 540 જીપીયુ આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનની સાથે ટર્બૉ મૉડ આપવામાં આવ્યો છે, આની અસલી કિંમત 5,999 રૂપિયા છે.
Moto Z2 Forceની કિંમત 34,999 રૂપિયા છે, આનું સેલિંગ ફ્લિપકાર્ટ પરથી થશે અને આને Moto Hub સ્ટૉર પરથી ખરીદી શકાય છે. વેચાણ 15 ફેબ્રુઆરીથી જ શરૂ થઇ જશે.
નવી દિલ્હીઃ ચીની સ્માર્ટફોન મેકર મોટોરોલાએ આજે ભારતમાં પોતાનો લેટેસ્ટ અને શેટરપ્રૂફ ડિસ્પ્લે સ્ક્રીન વાળો નવો સ્માર્ટફોન લૉન્ચ કરી દીધો છે. આમાં ડિસ્પ્લેમાં શેટર શીલ્ડ ટેકનોલૉજી આપવામાં આવી છે, જેથી નીચે પછડાય કે પડી જાય તો પણ સ્ક્રીન તૂટતી નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -