વધુ સ્ટોરેજ અને રેમ સાથે લોન્ચ થયો નોકિયા 6, જાણો કિંમત અને સ્પેસિફિકેશન
કનેક્ટિવિટી માટે આ ફોનમાં 4G Volte, વાઈફાઈ 802.11 એ/બી/એન, બ્લૂ ટૂથ 4.1, જીપીએસ/એ-જીપીએસ, એફએમ રેડિયો, એનએફસી, માઇક્રો-યુએસબી (ઓટીજી સાથે) અને 3.5 એમએમ ઑડિયો જેક જેવા વિકલ્પ આપવામાં આવ્યા છે. સ્માર્ટફોનને પાવર આપવા માટે 3000 એમએએચની બેટરી છે.
નવા નોકિયા 6માં 64GB ઇનબિલ્ટ સ્ટોરેજ છે, જ્યારે ગત વેરિયન્ટમાં 32GB સ્ટોરેજ આપવામાં આવ્યું હતું. ઇનબિલ્ટ સ્ટોરેજને 128GB સુધીના માઇક્રોએસડી કાર્ડ દ્વારા વધારવો સંભવ છે.
આ ફોનમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 430 પ્રોસેસર છે. ફોનમાં પીડીએએફ, અપાર્ચર એફ/2.0, 1-માઇક્રોન પિક્સલ સેન્સર અને ડ્યુઅલ ટોન એલઈડી ફ્લેશની સાથે 16 મેગાપિક્સલ રિયર કેમેરા છે. નોકિયા 6માં અપાર્ચર એફ/2.0 અને 84- ડિગ્રી વાઇડ-એંગલ લેન્સની સાથે 8 મેગાપિક્સલનો ઑટોફોકસ કેમેરા છે.
સ્પેસિફિકેશનની વાત કરીએ તો નવા નોકિયા 6માં રેમ અને સ્ટોરેજ છોડીને તમામ સ્પેસિફિકેશન જૂનાં વેરિયન્ટ જેવાં છે. ડ્યુઅલ સિમ ધરાવતો નોકિયા 6 (4GB) એન્ડ્રોઇડ 7.1.1 પર ચાલે છે. હેન્ડસેટમાં 5.5 ઇંચ ફુલ એચડી (1080X1920 પિક્સલ) આઈપીએસ ડિસ્પ્લે છે, જે કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ પ્રોટેક્શનથી સજ્જ છે.
નોકિયા 6ને ભારતમાં 16,999 રૂપિયાની કિંમતમાં વેચવામાં આવશે. લૉન્ચ ઓફર અંતર્ગત કંપની 2,000 રૂપિયાનું વધારાનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. 3GB રેમ વેરિયન્ટની કિંમત 14,999 રૂપિયા છે.
નોકિયા 6 (4GB) માટે ફ્લિપકાર્ટ પેજ પર જઈને ‘નોટિફાય મી’નો વિકલ્પ પસંદ કરી શકો છો. નોકિયા 6 મેટ બ્લેક કલરમાં મળશે. આ પહેલાં નોકિયા 6 સ્માર્ટફોન 3GB રેમ વેરિયન્ટમાં ઉપલબ્ધ હતો, જેને એચએમડી ગ્લોબલે ગયા વર્ષે જાન્યુઆરીમાં નોકિયા 3 અને નોકિયા 5 સાથે લૉન્ચ કર્યો હતો. ખાસ વાત એ છે કે, 4GB રેમ વેરિયન્ટને ચીનમાં લૉન્ચ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, એચએમડી ગ્લોબલે ગયા મહિને જ નોકિયા 6 (2018) વેરિયન્ટ લૉન્ચ કર્યું છે.
નવી દિલ્હીઃ નોકિયા 6 એન્ડ્રોઈડ સ્માર્ટફોન વધુ પાવરફુલ થઈ ગયો છે. નોકિયા બ્રાન્ડના સ્માર્ટફોન બનાવતી કંપની એચએમડી ગ્લોબલે આ ફોનને 4 જીબી રેમ વેરિઅન્ટમાં રજૂ કર્યો છે. નવા વેરિઅન્ટમાં ઇનબિલ્ટ સ્ટોરેજ પણ બે ગણી કરવામાં આવી છે. હવે ગ્રાહકોને 64 જીબી સ્ટોરેજ મળશે. નોકિયા 6નું નવા વેરિઅન્ટ એક્સક્લૂસિવ રીતે ફ્લિપકાર્ટ પર મળશે અને વેચામ આગામી મંગળવાર, 20 ફેબ્રુઆરીથી શરૂ થશે.