એમેઝોન પર શરૂ થયું લેનોવો કે8નું વેચાણ, ખાસ ઓફર્સ સાથે કિંમત 12999 રૂપિયાથી શરૂ
લેનોવોનો આ ફ્લેગશિપ સ્માર્ટફોન 18 ઓગસ્ટથી એમેઝોન પર એક્સક્લૂસિવલી વેચાશે અને 3GB રેમ 32GB મેમોરી અને 4GB રેમ 64GB મેમોરી વેરિએન્ટ્સમાં લોન્ચ કરશે. 3GB રેમ અને 32GB વેરિએન્ટવાળો હેન્ડસેટ 12,999 રૂપિયા અને 4GB અને 64GB મેમોરીવાળો વેરિએન્ટ 13,999 રૂપિયામાં મળશે. આ ફોન બે કલર્સ ફાઈન ગોલ્ડ અને વેનમ બ્લેક ઉપલબ્ધ થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલેનોવો K8 નોટમાં બેક પર 13MP અને 5MPનો ડ્યુઅલ બેક કેમેરો સેટઅપ છે. સાથે જ ફ્રન્ટમાં પ્રો મોડવાળો 13MP પ્રાઈમરી કેમેરો પણ આપવામાં આવ્યો છે. લેનોવો K8 નોટમાં ફિંગરપ્રિન્ટ સેન્સર છે. પાછલા ફોન K6 નોટની 4000mAh બેટરી સાથે આમાં 15Wનો ટર્બો ચાર્જર પણ આપવામાં આવ્યો છે. આ ફોનમાં એન્ડ્રોઈડ 7.1.1 નૂગા છે અને ફુલ એચડી ડિસ્પલે પર ગોરિલ્લા પ્રોટેક્શન પણ આપવામાં આવ્યો છે.
આ ફોનમાં અલગથી માઈક્રોએસડી કાર્ડ સ્લોટ પણ આપવામાં આવ્યો છે. આ ફોનમાં એક ડેડિકેટેડ મ્યૂઝીક ‘કિ’ આપવામાં આવી છે, જેનાથી સોંગ પ્લે/પોઝ, રિવર્સ-ફોર્વડ કરી શકાય છે અને જો મ્યૂઝીકનો શોખ નથી તો, ‘કિ’ને કોઈ બીજા ફંક્શન માટે અસાઈન કરી શકાય છે.
લેનોવો K8 નોટની સૌથી મોટી ખાસિયત છે, તેમાં આપેલ 10 કોર મીડિયાટેક હિલીયો પ્રોસેસર અને તેની સાથે કંપનીએ આ સ્માર્ટફોનને 4GB રેમ આપી છે, જે ફોનને દમદાર બનાવે છે. લેનોવોએ આ ફોનને 64GB સ્ટોરેજ સાથે લોન્ચ કર્યો છે, જે માઈક્રોએસડી કાર્ડની મદદથી 128GB સુધી વધારી શકાય છે.
નવી દિલ્હીઃ આખરે લેનોવો દ્વારા હાલમાં જ લોન્ચ કરવામાં આવેલ કે8 સ્માર્ટફોનનું વેચાણ શરૂ થઈ ગયું છે. કંપનીએ શુક્રવારથી તેનું વેચામ ઈકોમર્સ સાઈ એમેઝોન પર શરૂ કર્યું છે. આ ફોન એમેઝોન પર એક્સક્લૂસિવ રીતે વેચાણ માટે ઉપલબ્ધ છે. આ ફોન બે વેરિઅન્ટમાં બજારમાં ઉતારવામાં આવ્યો છે, તેમાં પ્રથમ છે 3 જીબી રેમવાળું વેરિઅન્ટ અને બીજું છે 4 જીબી રેમવાળું વેરિઅન્ટ. 3 જીબી રેમ ફોનની કિંમત 12999 રૂપિયા છે. જ્યારે 4જીબી રેમવાળા વેરિઅન્ટની કિંમત 13999 રૂપિયા છે. એક્સક્લૂસિવ રીતે ઇકોમર્સ સાઈટ એમેઝોન ઇન્ડિયા પર આ ફોન ઉપલબ્ધ હશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -