Nokia 8 લોન્ચ, આ 8 વાતોથી જાણો કેવો છે આ ફોન
Nokia 8માં એલ્યૂમિનિયમ બૉડી આપી છે, આ ગ્લૉસી કૉપર, પૉલિસ બ્લૂ, ટેમ્પર્ડ બ્લૂ અને સ્ટીલ ફિનિશના ચાર કલર વેરિએન્ટમાં આવશે. સ્માર્ટફોન સપ્ટેમ્બરથી દુનિયાભરમાં સેલિંગ માટે આવશે. જ્યારે ભારતમાં આ ઓક્ટોબરમાં મળશે. આને EUR 599 લગભગ 45 હજાર રૂપિયાની કિંમતની સાથે લૉન્ચ કરવામાં આવશે. ભારતમાં આની કિંમત શું હશે, તેના વિશે કંપનીએ કોઇ માહિતી આપી નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયૂઝરના મ્યૂઝિક એક્સપીરિયન્સને બેસ્ટ બનાવવા માટે ફોનમાં Ozo ઓડિયો ટેકનિકનો યૂઝ કર્યો છે, એટલે યૂઝર જે વીડિયો રેકોર્ડ કરશે તેમાં 360 ડિગ્રી ઓડિયો ક્વૉલિટી આવશે. ફોનનો યૂઝ VR હેડસેટ પર કરવામાં આવશે ત્યારે જ યૂઝરને 360 ઓડિયો ક્વૉલિટી મળશે. જોકે આ ફિચરનો યૂઝ કોઇ થર્ડ પાર્ટી એપ્સ પર નહીં થઇ શકે. ફોનમાં 3.5mm ઓડિયો જેક પણ છે. Nokia 8માં Type C USB 3.1 પોર્ટ આપવામાં આવ્યો છે. આ 5Gbpsની સ્પીડથી કામ કરે છે. આની સાથે બ્લૂટૂથ 5.0, NFC અને સિક્યૂરિટી માટે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. ફોનમાં એમ્બિયન્ટ લાઇટ સેન્સર, પ્રૉક્સિમિટી સેન્સર, એક્સલેરોમીટર સેન્સર, ઇ-કમ્પાસ, ઝાયરોસ્કૉપ, બેરોમીટર જેવા સેન્સર પણ આપવામાં આવ્યા છે. ફોનને IP54 સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે.
આ ફોન LTE બેન્ડને સપોર્ટ કરે છે. જોકે ભારતમાં કયા બેન્ડને સપોર્ટ કરશે તેની માહિતી નથી. સાથે આ VoLTE છે કે નહીં તેના વિશે પણ ખબર નથી. ફોનમાં 3090mAhની નૉન-રિમૂવેબલ બેટરી છે. આ ક્વિક ચાર્જિંગ ફિચરની સાથે આવે છે, એટલે કે 10 થી 15 મિનિટ ચાર્જથી આ કેટલાય કલાકોનો બેકઅપ આપશે.
આ ફોનમાં ક્વાલકૉમ કંપનીનું Qualcomm Snapdragon 835 ઓક્ટાકોર (2.5GHz ક્વાલકોમ CPU + 1.8GHz Kryo) પ્રૉસેસર આપ્યુ છે. આ પાવરફૂલ પ્રૉસેસર છે. મલ્ટીટાસ્કિંગ દરમિયાન ફોન ઝડપથી કામ કરશે. Nokia 8માં એન્ડ્રોઇડ 7.0 નૉગટ ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવી છે. આ પ્લેટફોર્મ પર આ પ્રૉસેસર બેસ્ટ રીતે કામ કરે છે. સાથે કંપની એન્ડ્રોઇડ 8.0 ઓરિયોનું અપડેટ પણ આમાં આપશે.
Nokia 8ને માત્ર એક જ રેમ અને મેમરી વેરિએન્ટમાં લૉન્ચ કરવામાં આવ્યો છે, એટલે હેન્ડસેટમાં 4GB LPPDDR4X રેમ આપવામાં આવી છે. જ્યારે આની ઇન્ટરનલ મેમરી 64GB છે. જોકે યૂઝર્સ મેમરીને MicroSD કાર્ડની મદદથી 256 GB સુધી વધારી શકે છે. દુનિયાભરમાં આના એકસરખા જ મૉડલ સેલ કરવામાં આવશે.
ફોનમાં 5.3 ઇંચની IPS QHD ટચ સ્ક્રીન આપી છે, આનું ડિસ્પ્લે રિઝોલ્યૂશન 2K (2560 x 1440 પિક્સલ) છે. સ્ક્રીનને સિક્યૂરિટી આપવા માટે આમા કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5નો યૂઝ કરવામાં આવ્યો છે. ગ્લાસનું ડાયમેન્શન 2.5D છે. સ્ક્રીનમાં બેઝલ ઘણા ઓછા છે, જેના કારણે આ 5.3 ઇંચથી વધારે મોટી દેખાય છે.
નોકિયાને માર્કેટમાં પાછી લાવનારી કંપની HMD ગ્લૉબલે કાર્લ જીસ (Carl Zeiss)ની સાથે ટાઇપઅ કર્યુ છે. આ જ કારણે છે કે Nokia 8નો સૌથી બેસ્ટ ફિચર કેમેરો છે. ફોનમાં 13 મેગાપિક્સલનો ડ્યૂલ રિયર કેમેરા છે, જે f/2.0 RGB અને મોનોક્રૉમ સેન્સરની સાથે આવે છે. ફોટોનો ક્વૉલિટી બેસ્ટ બનાવવા માટે આમાં લેસર ફોકસની સાથે ડ્યૂલ ટૉન LED ફ્લેશ આપવામાં આવ્યો છે. બન્ને કેમેરાથી યૂઝર 4K (3840 × 2160 પિક્સલ) રિઝોલ્યૂશન ક્વૉલિટીનો વીડિયો બનાવી શકે છે. કંપનીએ ફોનમાં કાર્લ જીસ કેમેરાની સાથે એકસાથે ટેકનિક 'બોથિઝ'નો યૂઝ કર્યો છે. આ ટેકનિકથી યૂઝર ફ્રન્ટ અને રિયર કેમેરાથી એકસાથે વીડિયોને ફોટો ક્લિક કરી શકશે. સાથે ફેસબુક લાઇવ, યૂટ્યૂબ લાઇવ કે અન્ય પ્લેટફોર્મ પર બન્ને કેમેરાની સાથે ફૂલ HD વીડિયોની સાથે લાઇવ સ્ટ્રીમિંગ કરી શકશે.
નવી દિલ્હીઃ Noikaએ ફ્લેગશિપ સ્માર્ટફોન નોકિયા 8 લોન્ચ કર્યો છે. આ ગ્લોસી પોલિશ્ડ બ્લૂ અને પોલિશ્ડ કોપર રંગમાં ઉપલબ્ધ હશે. ઉપરાંત મેટે ટેમ્પર્ડ બ્લૂ અને સ્ટીલ ફિનિશવાળા વેરિઅન્ટ પણ આવશે. જોકે હાલમાં આ ફોન વેચાણ માટે ઉપલબ્ધ નથી. વેચાણ માટે ફોન સપ્ટેમ્બરમાં ઉપલબ્ધ થશે. કંપનીએ ફોનમાં ખાસ બોથીઝ ટેકનોલૉજીનો યૂઝ કર્યો છે. જેના કારણે યૂઝર રિયર અને ફ્રન્ટ કેમેરાથી એકસાથે રેકોર્ડિંગ અને ફોટોગ્રાફી કરી શકશે. ફોનની UKમાં કિંમત EUR 599 લગભગ 45 હજાર રૂપિયા છે. હાઇ બજેટ વાળા આ સ્માર્ટફોનના અન્ય ફિચર્સ કેવા છે. આવો જોઇએ Nokia 8ની ફર્સ્ટ ઇમ્પ્રેશન કેવી રહી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -