Nokiaની ધમાકેદાર વાપસી, ફ્લેશ સેલમાં 1 મિનિટની અંદર આઉટ ઓફ સ્ટોક થયા ફોન
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉપરાંત ફોનમાં ફિંગરપ્રિન્ટ સેન્સર, 4G LTE, WiFi, Bluetooth, GPS, USB OTG કનેક્ટિવિટી મળશે. ફોનમાં 3000mAh built-in બેટરી છે.
16MP રિયર કેમેરા, ડ્યૂલ-ટૉન LED ફ્લેશ સાથે ફોન આવશે. ઉપરાંત 8MP ફ્રન્ટ ફેસિંગ કેમેરા, વાઇડ એન્ગલ લેન્સ હશે.
Android 7.0 (Nougat) ઓપરેટિંગ સિસ્ટમ પર ફોન કામ કરશે. આ ફોન Dual SIM સપોર્ટેડ છે.
ફોનમાં 4GB LPDDR3 RAM અને 64GB ઇન્ટરનલ મેમરી, 128GB સુધી એક્સપાન્ડેબલ હશે.
આ ફોન 5.5-ઇંચ (1920 x 1080 પિક્સલ) 2.5D કર્વ્ડ ગ્લાસ ડિસ્પ્લે, કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 3 પ્રૉટેક્સન છે. પ્રોસેસરની વાત કરીએ તો Octa-Core Qualcomm Snapdragon 430, 64-bit પ્રૉસેસર, Adreno 505 GPU સાથે ફોન આવશે.
નોકિયાનો આ ફોન આ ગૂગલની લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઇડ 7.0 નોગટ પર કામ કરે છે, એટલું જ નહીં આ હેન્ડસેટમાં પાવરફૂલ હાર્ડવેર પણ આપવામાં આવ્યું છે. આ 4GB રેમ અને 64GBની ઇન્ટરનલ મેમરી સાથે લૉન્ચ થયો છે.
ઓનલાઈન મેગેઝીન ગેજેટ 360માં ચીનની વેબસાઇટ Anzhuo.cnના અહેવાલ અનુસાર કહ્યું કે, એચએમડી ગ્લોબલે હેન્ડસેટ માટે કેટલાક યૂનિટનું વેચાણ કર્યું તેની જાણકારી આપી નથી. પરંતુ એક મિનિટની અંદર જ તમામ નોકિયા હેન્ડસેટ વેચાઈ ગયા. ચીનમાં તેની કિંમત 1,699 ચીની યુઆઈન (અંદાજે 17,000 રૂપિયા) રાખવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, સ્માર્ટફોનની દુનિયામાં ધમાકેદર એન્ટ્રી કરનાર નોકિયાએ ચાલુ મહિને એન્ડ્રોઈડ પર આધારિત નોકિયા 6 નામથી મિડ રેન્જ સ્માર્ટપોન લોન્ચ કર્યો હતો. હેન્ડસેટનું પ્રથમ ફ્લેશ સેલમાં ભાગ લેવા માટે 14 જાન્યુઆરી સુધી 10 લાખથી વધારે લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. તેમાંથી 2.5 લાખ રજિસ્ટ્રેશન માત્ર 24 કલાકની અંદર થયા હતા.
નવી દિલ્હીઃ એક સમયે મોબાઈલ માર્કેટમાં વિશ્વમાં રાજ કરનાર Nokiaએ એક વખત ફરી ધમાકેદાર એન્ટ્રી કરી છે. નોકિયાની પેરેન્ટ કંપની એચએમડી ગ્લોબલે ગુરુવારે ચીનમાં નવા ફોનનાં ફ્લેશ સેલનું આયોજન કર્યું હતું. સૂત્રો અનુસાર નોકિયાનો આ ફોન ચીનમાં ઈ-કોમર્સ સાઈટ JD.com પર ઉપલબ્ધ થવાની 1 મિનિટની અંદર જ આઉટ ઓફ સ્ટોક થઈ ગયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -