લેનોવો ફેબ 2 ભારતમાં થયો લોન્ચ, જાણો કિંમત અને સ્પેસિફિકેશન
હેન્ડસેટ એન્ડ્રોઈડ 6.0 માર્શમૈલો પર ચાલે છે અને તે હાઈબ્રિડ ડ્યુઅલ-સિમ સ્લોટની સાથે આવસે. તેનું ડાઈમેંશન 175x88.5x9.6 મિલીમીટર ચે અને વજન 225 ગ્રામ. કનેક્ટિવિટી ફીચરમાં 4જી વીઓએલટીઈ, વાઈ-ફાઈ 802.11 એ/બી/જી/એન, બ્લૂટૂથ 4.0 અને જીપીએસ સપોર્ટ સામેલ છે. તેની બેટરી 4050 એમએએચની છે.
સ્પેસિફિકેશન ની વાત કરીએ તો લેનોવો ફેબ 2માં 6.4 ઈંચનું એચડી (720x1280 પિક્સલ) ડિસ્પ્લે છે. તેમાં 1.3 ગીગાહર્ટ્ઝ ક્વાડ-કોર મીડિયાટેક એમટી8735 પ્રોસેસરની સાથે 3 જીબી રેમ આપવામાં આવી છે. ઇનબિલ્ટ સ્ટોરેજ 32 જીબી છે અને જરૂરત પડવા પર 128 જીબી સુધીનું માઈક્રોએસડી કાર્ડનો ઉપયોગ કરી શકાય છે. તેમાં 13 મેગાપિક્સલનો રિયર કેમેરાની સાથે એલઈડી ફ્લેશન આપવામાં આવ્યું છે. રિયર કેમેરામાં પીડીએએફ પીચર પણ છે. સેલ્ફીના દીવાના માટે તેમાં 5 મેગાપિક્સલના સેન્સર છે.
યાદ રહે કે લેનોબો ફેબ 2 હેન્ડસેટ ફેબ 2 પ્લસનું નબળું વેરિન્ટ છે. ફેબ 2માં ઓછા રિઝોલ્યૂશનવાળી સ્ક્રીન અને કેમેરા છે. તેમાં ફિંગરપ્રિન્ટ સેન્સર પણ નથી.
હાલમાં જ કંપનીએ ફેબ 2 પ્લસ સ્માર્ટપોન 14,999 રૂપિયામાં લોન્ચ કર્યા હતા. હાલમાં કંપનીએ ટેંગો સપોર્ટની સાથે આનાવાર ફેબ 2 પ્રોને ભારતમાં લોન્ચ કરવા સંબંધિત કંઈ જણાવ્યું નથી.
લેનોવોએ મંગળવારે ભારતમાં પોતાનો ફેબ 2 સ્માર્ટફોન 11,999 રૂપિયામાં લોન્ચ કર્યો. લેનોવો ફેબ 2 એક્સક્લૂસિવ રીતે ઈ-કોમર્સ સાઈટ ફ્લિપકાર્ટ પર શુક્રવારથી મળશે.