OnePlus Dash Sale: 1 રૂપિયામાં ખરીદો 6GB RAMવાળો વનપ્લસ 3T!
બેટરીની વાત કરીએ તો વનપ્લસ 3ટીમાં 3,400mAhની બેટરી આપવામાં આવી છે. જે વનપ્લસ 3ની બેટરીની તુલનામાં વધારે છે. આ ફોન ક્વિક ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે. કંપનીનો દાવો છે કે આ ફોનને 30 મિનિટ સુધી ચાર્જ કરવા પર આખા દિવસ સુધીની બેટરી લાઈફ મળશે.
ફોટોગ્રાફીની વાત કરીએ ફ્રન્ટ કેમેરો વનપ્લસ 3ની જેમ જ 3ટીમાં પણ Sony IMX 298 સેન્સરવાળો 16 મેગાપિક્સલનોરિયર કેમેરા આપવામાં આવ્યો છે જ્યારે સેલ્ફી કેમેરામાં કંપનીએ મોટા ફેરફાર કર્યા છે વનપ્લસ 3ટીમાં 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. આ 4કે રેકોર્ડિંગ સપોર્ટ કરે છે સાથે જ તેમાં ઇન્ટેલિજન્ટ પિક્સલ ટેક્નોલોજી આપવામાં આવી છે જે ઓછા પ્રકાશમાં પણ સારી તસવીર આપશે.
આ સ્માર્ટફોનના ખાસ ફીચર્સની વાત કરીએ તો તેમાં 5.5 ઇંચનું ડિસ્પ્લે આપવામાં આવ્યું છે જેનું રિઝોલ્યૂશન 1920 x 1080 પિક્સલ આપવામાં આવ્યું છે. સાથે જ 6 જીબીની રેમ આપવામાં આવી છે જે આ સ્માર્ટપોનને શ્રેષ્ઠ બનાવે છે. આ ફોન 64 જીબી અને 128 જીબી બે મેમરી વેરિઅન્ટમાં આવે છે.
તમારા દ્વારા શેર કરવામાં આવેલ લિંક પર જેટલા લોકો સાઈન ઇન કરશે તેના બદલામાં તમને પોઈન્ટ મળશે. વનપ્લસ 3T મેળવવા માટે યૂઝરને 300 પોઇન્ટની જરૂર પડશે. ત્યાર બાદ યૂઝર 1 રૂપિયામાં વનપ્લસ 3T ખરીદી શકે છે.
એ જરૂરી છે કે આ તમારે રજિસ્ટ્રેશન કરવાની સાથે જ આ ઇવન્ટને સોશિયલ મીડિયા પર શેર કરવાની રહેશે.
આ સેલ માટે રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. જેના માટે વનપ્લસ એકાઉન્ટ તૈયાર રાખવું પડશે સાથે જ મોબાઈલ નંબરનું વેરિફિકેશન પણ કરાવવું પડશે જેથી તમને સૂચિત કરી શકાય. ઉપરાંત તમારે સરનામું પણ આપવું પડશે.
આ વનપ્લસ ડિસેમ્બર ડેશ સેલમાં ગ્રાહક વનપ્લસ 3T, વનપ્લસ એક્સેસરીઝ, કેસ, ફોનકવર જેવી પ્રોડક્ટ માત્ર 1 રૂપિયામાં ખરીદી શકે છે.
આ સેલ 9, 16, 23 અને 30 ડિસેમ્બરના રોજ યોજાશે. ઓનલાઈન સ્ટોર પર આ સેલ બપોરે 12 કલાકથી સાંજે 6 કલાક સુધી ચાલશે.
દિવાળી સેલ બાદ હવે વનપ્લસ ડિસેમ્બર સેલ ઓફર પોતાના યૂઝર્સને આપી હ્યું છે. આ સેલ આખો ડિસેમ્બર મહિનો ચાલશે અને આ સેલમાં રજિસ્ટર્ડ યૂઝર્સ એક રૂપિયામાં કંપનીનો હાલમાં જ લોન્ચ થયેલ સ્માર્ટફોન વનપ્લસ 3T ખરીદી શકે છે.