LGએ iPhone X કરતા પણ મોંઘો સ્માર્ટફોન કર્યો લોન્ચ, જાણો શું છે ખાસ
ડિવાઈસમાં રિયર પર એક ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. 3300 mAhની બેટરી છે જે ક્વૉલકૉમ ક્વિક ચાર્જ 3.0 અને વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ કરે છે. ફોનમાં 4G VOLTE, 3G, wi-fi, Bluetooth, GPS, NFC અને USB type-C જેવા પોર્ટ આપવામાં આવ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફોનમાં 16 મેગાપિક્સલના બે રિયર કેમેરા છે. પ્રાઈમરી સેન્સર અપર્ચર f/1.6 અને 71 ડિગ્રી વાઈડ-એંગલ જ્યારે સેકન્ડરી સેન્સર અપર્ચર f/1.9 LED ફ્લેશ સાથે આવે છે. ડિવાઈસમાં આગળની તરફ અપર્ચર f/1.9ની સાથે 8 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા આપવામાં આવ્યો છે.
ફોનમાં ક્વૉલકોમ સ્નેપડ્રેગન 845 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોન એન્ડ્રોઈડ 8.0 ઓરિયો ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે, જેમાં 6GB RAM અને 256GB ઈનબિલ્ટ સ્ટોરેજ છે, જેને માઈક્રોએસડી કાર્ડથી 2TB સુધી વધારી શકાય છે. હેન્ડસેટમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ છે.
LG સિગ્નેચર એડિશન 2018 પ્રીમિયમ મટરિયિલ જેમ કે ઝીરકોનિયમ સિરામિક બેક સાથે આવે છે, જેનાથી ડિવાઈસ પર સ્ક્રેચ નથી પડતા. સ્માર્ટફોનમાં 6 ઈંચ QuadHD+ OLED ડિસ્પ્લે છે, જેનું રિઝોલ્યુશન 1440X2880 છે. સ્ક્રીનનો આસ્પેક્ટ રેશિયો 18:9 છે. ડિસ્પ્લેની સુરક્ષા માટે કૉર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5 આપવામાં આવ્યો છે.
સ્માર્ટફોન વ્હાઈટ અને બ્લેક કલરમાં આવશે અને તેના માટે 30 જુલાઈ એટલે કે આજથી પ્રી-ઓર્ડર શરુ થશે. કંપનીએ LG સિગ્નેચર એડિશન(2018)ની કિંમત 1,999,800 વૉન(લગભગ 1,22,820 રુપિયા) રાખી છે. ઉલ્લેખનીય છે કે iPhone Xની કિંમત ભારતમાં 1,02,425 રુપિયા છે. LG ફોનની ખરીદી પર ગ્રાહકોને એક બેંગ એન્ડ ઓલ્યુફ્સન હેડફોન્સ ફ્રી મળશે.
નવી દિલ્હીઃ એલજીએ પોતાના પ્રીમિયમ સિગ્નેચર સીરીઝનો નવો હેન્ડસેટ LG Signature Edition (2018) દક્ષિણ કોરિયામાં લોન્ચ કર્યો છે. જણાવીએ કે આ વિતેલા વર્ષે ડિસેમ્બરમાં લોન્ચ કરવામાં આવેલ Signature Edition ડિવાઈસનું અપગ્રેડ વર્ઝન છે. નવું વેરિયન્ટ પ્રીમિયમ સ્પેસિફિકેશન, ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ અને સ્લીક ડિઝાઈન સાથે આવે છે. યૂઝર ઇચ્છે તો એલજીના આ ફોનના પાછળના ભાગમાં પોતાનું નામ પણ લખાવી શકે છે. આ સુવિધા પહેલા એલજી સિગ્નેચર એડિશનમાં પણ આપવામાં આવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -